loader

Breaking News


Home > National > આજે પેમેન્ટ્સ બેન્કનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી, દેશભરમાં 650 શાખાઓની કરાશે શરૂઆત


Foto

આજે પેમેન્ટ્સ બેન્કનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી, દેશભરમાં 650 શાખાઓની કરાશે શરૂઆત

Sept. 1, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનો શુભારંભ કરાવશે। આઈપીપીબીની દેશમાં 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઇન્ટ હશે જ્યાં સમાંતરરૂપથી શુભારંભ કાર્યક્રમ આયોજન કરવામાં આવશે. દેશના બધાજ 1.55 લાખ પોસ્ટ ઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધી આઈપીપીબી સિસ્ટમ સાથે જોડાઈ જશે.

આઈપીપીબીને સામાન્ય માણસ માટે એક સુગમ, વ્યાજબી અને વિશ્વાસુ બેન્ક તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે જેથી કેન્દ્ર સરકારને નાણાકીય ઉદ્દેશો ઝડપથી પુરા કરવામાં મદદ મળી રહે. દેશના દરેક ખૂણામાં ફેલાયેલ પોસ્ટ વિભાગનાં 3 લાખથી વધુ પોસ્ટમેન અને ગ્રામીણ પોસ્ટ સેવકોના વિશાળ નેટવર્કને આનાથી ઘણો લાભ થશે. આ માટે આઈપીપીબી ભારતમાં લોકો સુધી બેંકોની પહોંચ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.