loader

Breaking News


Home > National > PM મોદીને જુઠ્ઠું બોલવું ભારે પડયું, નેહરુ મુદ્દે સોશિયલ મીડિયામાં ઉડાવાઈ મજાક


Foto

PM મોદીને જુઠ્ઠું બોલવું ભારે પડયું, નેહરુ મુદ્દે સોશિયલ મીડિયામાં ઉડાવાઈ મજાક

May 12, 2018, 11:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૯ મેં નાં રોજ કર્ણાટકનાં બીદરમાં આયોજિત એક રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પે આક્ષેપ કર્યો હતો કે જયારે શહીદ -એ - આઝમ ભગતસિંહ અને બટુકેશ્વર દત જેલમાં હતા ત્યારે કોઈ કોંગ્રેસી નેતા તેમને મળવા ગયા નહોતા. જો કે આ વાત સદંતર જુઠ સાબિત થઇ છે અને સોશિયલ મીડીયમાં નરેન્દ્ર મોદીની ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે.

દસ્તાવેજો મુજબ પંડિત જવાહરલાલ નેહરુએ લાહોર જેલમાં ૮ ઓગષ્ટ, ૧૯૨૯ નાં રોજ ભગતસિંહ અને સાથીઓ સાથે મુલાકાત કરી હતી ત્યારે ભગતસિંહ અને સાથીઓ જેલ પ્રશાસન વિરુદ્ધ ભૂખ હડતાલ પર હતા.

સોશિયલ મીડિયામાં ૧૦ ઓગષ્ટ ૧૯૨૯ નાં ટ્રીબ્યુન અખબારની વેરીફાઇડ કોપીનાં ફોટા પણ સામે આવ્યાં છે જેમાં ભગતસિંહ અને નેહરુની મુલાકાતની વિગતો દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ખુદ જવાહરલાલ નેહરુએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે.

પ્રધાનમંત્રી મોદીનાં આ નિવેદન પર સોશિયલ મીડિયામાં તેમની ભારે મજાક થઇ રહી છે. કોઈએ લખ્યું હતું કે સારું થયું કે મોદીએ આ દાવો નથી કર્યો કે તે એકલા વ્યક્તિ હતા જેમણે જેલમાં બંધ શહીદે આઝમ ભગતસિંહ સાથે મુલાકાત કરી હતી.

આ ઉપરાંત વધુ એક યુઝર્સ લખે છે કે આ કોંગ્રેસી નેહરુની ચાલ હતી કે નરેન્દ્ર મોદીને જણાવ્યા વગર ગુપચુપ રીતે લાહોરની બ્રોસ્ટલ જેલમાં ભગતસિંહને મળવા પહોંચ્યા. આ જરૂર મોદીજીને કર્ણાટકમાં મોદીને હરાવવાનો પ્લાન છે. એક ટ્વી ટર યુઝર્સ લખે છે કે મોદીએ હવે રાહુલ ગાંધીને પણ સવાલ કરવો જોઈએ કે તે જેલમાં બંધ ભગતસિંહને મળવા કેમ નહોતા ગયા ? આમ પ્રધાનમંત્રીનું આ એક જુઠ સોશિયલ મીડિયામાં ઉઘાડું થતાં કેન્દ્ર સરકારની ભારે બેઈજ્જતી થઇ છે.