loader

Breaking News


Home > National > PM મોદી આવતીકાલથી કર્ણાટકમાં ચુંટણી પ્રચારની શરૂઆત કરશે


Foto

PM મોદી આવતીકાલથી કર્ણાટકમાં ચુંટણી પ્રચારની શરૂઆત કરશે

April 30, 2018, 11:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : કર્ણાટકની ચુંટણીમાં ભાજપ હવે પોતાનો મુખ્ય ચહેરો ઉતારવા જઈ રહી છે. કર્ણાટક ચુંટણી પ્રચારમાં આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે. તેઓ કોંગ્રેસને સત્તાથી દુર રાખવા માટે ૧૫ થી વધુ રેલીઓને સંબોધન કરશે.

વડાપ્રધાન મોદી આવતીકાલથી કર્ણાટકમાં ચુંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ ઉડુપીમાં એક રેલી કરશે તેમજ કૃષ્ણ મઠ જઈને આશીર્વાદ પણ લેશે. ઉડુપીનાં AGM કોલેજ ગ્રાઉન્ડમાં ૩ વાગ્યે રેલીને સંબોધન કરશે. ઉદુપીની જનસભાને સંબોધિત કર્યા બાદ PM મોદી ઉત્તર કર્ણાટક ક્ષેત્રનાં બેલ્ગામી જશે. ઉત્તર કર્ણાટકને ભાજપનો ગઢ કહેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી બેલગામીમાં મોટી રેલીને સંબોધિત કરશે. ભાજપનાં રણનીતિકારોનું માનવું છે કે PM મોદીની રેલીઓ બાદ કર્ણાટકની રાજકીય સ્થિતિમાં ઘણો સુધારો થશે.