loader

Breaking News


Home > National > PM મોદી આજે છતીસગઢની મુલાકાતે, IIT નો કરશે શિલાન્યાસ


Foto

PM મોદી આજે છતીસગઢની મુલાકાતે, IIT નો કરશે શિલાન્યાસ

June 14, 2018, 10:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છતીસગઢની મુલાકાત લેશે. ત્રણ વર્ષમાં પાંચમી વખત અને બે મહિનામાં બીજી વખત PM મોદી છતીસગઢની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોપડી ભિલાઈ સ્ટીલ આધુનિકીકરણ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત તેઓ IIT ભિલાઈનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ સવારે ૧૧ વાગ્યે રાયપુર પહોંચશે ત્યાં તેઓ નવા રાયપુર સ્માર્ટ સીટી અને ભિલાઈ નગરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત જનતાને રાયપુરથી જગદલપુર સુધી પ્રવાસી વિમાન સેવાની ભેટ આપશે. તેમનાં હસ્તે આ વિમાન સેવા શરુ થતાં જ રેઅજ્તનો આદિવાસી બહુમતી વાળો વિસ્તાર દેશનાં હવાઈ નેટવર્ક સાથે જોડાઈ જશે.