loader

Breaking News


Home > National > દેશમાં પીએમ મોદીનો ક્રેઝ ઘટ્યો, 2019માં ભાજપ કરતા કોંગ્રેસનું પલડું ભારે હોય તેવી ચર્ચા


Foto

દેશમાં પીએમ મોદીનો ક્રેઝ ઘટ્યો, 2019માં ભાજપ કરતા કોંગ્રેસનું પલડું ભારે હોય તેવી ચર્ચા

May 4, 2018, 12:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં બીજેપીનાં શાસનને 4 વર્ષ પૂર્ણ થઇ ગયેલ છે. દરમિયાન દેશનાં મહત્વનાં મુદ્દે કામ થવાની જગ્યાએ મોદી સરકાર ભારતનાં દરેક રાજ્યમાં પોતાની સરકાર લાવવાનાં ભરપૂર પ્રયત્નો કરી રહી છે. કર્નાટકમાં આવનારી 12 તારીખે ચુંટણી થલાની છે જે પહેલા પીએમ મોદીએ ત્યાની જનતાને વાયદાઓની પૂરી થાળી પીરસી દીધી છે. દેશનાં પીએમ જાણે પોતાની પાર્ટીનાં જ હિત માટે પ્રચાર કરવામાં વ્યસ્ત રહે તેવી જનમુખે ચર્ચાઇ રહ્યુ છે. વાયદાઓની અપૂર્તી પીએમ મોદીનાં ક્રેઝમાં ઘટાડો કરતી હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતા 2019ની લોકસભાની ચુંટણીમાં થોડુ પલડુ કોંગ્રેસનું ભારે હોય તેવી સુત્રો દ્વારા જાણવા મળેલ છે.સુત્રોનાં જણાવ્યાં મુજબ, પીએમ મોદીનાં સતત નિષ્ફળ રહેલા વાયદાઓને કારણે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આક્રોશનું મુખ્ય કારણ સરકાર દ્વારા લેવાયેલા ઉતાવળીયા અને ખોટા નિર્ણય છે. જેમાં ખાસ નોટબંદી અને જીએસટીનો સમાવેશ થાય છે. દેશનાં મુખ્ય મુદ્દાઓ જેવા કે, શિક્ષણ માફીયાઓની દાદાગિરી, સ્વાસ્થ્યમાં લચરાપણું, યુવા રોજગારી, મોંઘવારી, કાશ્મીરમાં આતંકવાદ પર સરકાર દ્વારા ઠીંલુ વલણ હોવાથી જનતામાં બીજેપી વિરુદ્ધ નફરતનું વંટોળ ઉભુ થયુ છે. આ મુદ્દાઓને લઇને જ્યારે સરકારને સવાલ કરવામાં આવે છે ત્યારે તે આ સવાલને ટાળતી દેખવા મળે છે. જનતાનાં સવાલોને વાંચા ન આપી નેતાઓ રામમંદિર અને હિંન્દુ-મુસલમાનનાં મુદ્દે એકબીજા સાથે લડી-લડાવી રહ્યા છે. હવે તો પીએમ મોદીનાં ભક્તો પણ સમજી ગયા છે કે ભાષણ અને સચ્ચાઇમાં ઘણો અંતર છે.

દેશમાં પીએમ મોદીએ કરેલ વાયદાઓની અપૂર્તીને જોતા આવતી લોકસભામાં બીજેપીને જનતાનો જાકારો મળે તો કોઇ નવાઇ નહી. મોટા-મોટા ભાષણો કરવા, ચુંટણી નજીક આવતા અસલ મુદ્દાઓથી દૂર કરી ભોળી જનતાને છેતરવી તેનો જવાબ આવતી લોકસભામાં મળશે તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.