loader

Breaking News


Home > National > ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ ભવનમાં PM મોદીનું શાહી સ્વાગત કરવામાં આવ્યું


Foto

ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ ભવનમાં PM મોદીનું શાહી સ્વાગત કરવામાં આવ્યું

May 30, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, જાકાર્તા : ત્રણ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. આજે રાજધાની જાકાર્તામાં તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસથી ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચેની દોસ્તીને નવી મજબૂતી મળશે. વધુમાં સુરક્ષા અને વેપાર ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ઘણી સંધિઓ પર હસ્તાક્ષર પણ થશે.

પાંચ દિવસની યાત્રાનાં પહેલા દિવસે મોદી મંગળવારે સાંજે જાકાર્તા પહોંચ્યા હતા, ત્યારબાદ આજે સવારે તેઓ સૌથી પહેલા કાલીબાટા નેશનલ હીરો સિમેટ્રી ગયા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહી વિઝીટર બુકમાં નરેન્દ્ર મોદીએ પોતાનો સંદેશ પણ લખ્યો હતો.

શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રપતિ જોકો વિવોડોએ તેમનું શાહી સ્વાગત કર્યું હતું.