loader

Breaking News


Home > National > નરેન્દ્ર મોદી દ્વારા બોલવામાં આવતી ભાષા પીએમનાં હોદ્દાને છાજે તેવી નથીઃ મનમોહનસિંહ


Foto

નરેન્દ્ર મોદી દ્વારા બોલવામાં આવતી ભાષા પીએમનાં હોદ્દાને છાજે તેવી નથીઃ મનમોહનસિંહ

May 8, 2018, 12:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કર્નાટક : કર્નાટકમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરંન્સમાં કોંગ્રેસનાં નેતા અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે પીએમ મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું હતુ કે, વિરોધપક્ષની છબીને ખરાબ બતાવવા પીએમ મોદી ખરાબ ભાષા બોલી રહ્યા છે, જે પીએમનાં હોદ્દાને છાજે તેવી નથી.



કોંગ્રેસનાં શાંત સ્વભાવી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે દેશનાં અર્થતંત્રને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કર્નાટકમાં યોજાયેલ પ્રેસ કોન્ફરંન્સમાં પત્રકારોને જણાવતા કહ્યુ કે, મોદી સરકારની નીતિઓને કારણે દેશને ભારે નુકસાન થઇ રહ્યુ છે. લોકો હવે ધીરે ધીરે મોદી સરકારમાં વિશ્વાસ ગુમાવતા જઇ રહ્યા છે. બેંન્કોમાં કૌંભાડોનો આંકડો વધતા દેશનું અર્થતંત્ર પડી ભાગ્યું છે. તેમણે વધુમાં કહ્યુ કે, આજે આપણો દેશ એક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પોકળ સાબિત થયા છે, નોટબંદી અને જીએસટીને ઉતાવળીયા પગલે લાગુ કરીને સરકારે મોટી સમસ્યાને સામેથી આવકારી છે. સાથે તેમણે યુપીએ સરકારનાં સમયની વાત કરતા કહ્યુ કે, અમારી સરકાર જ્યારે હતી ત્યારે પ્રતિકૂળ સ્થિતિઓ વચ્ચે પણ 7.8 ટકા આર્થિક વિકાસદર હતો. જ્યારે આજે સરકારનાં ઉતાવળીયા નિર્ણયનો ભોગ વેપારીઓ બની રહ્યા છે. તેટલુ જ નહી પણ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયોનાં કારણે રોજગારીમાં વધારો ન થતા તેનાથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.


ડૉ.મનમોહનસિંહે પેટ્રોલ-ડીઝલનાં મુદ્દે પણ સરકારને ઘેરતા કહ્યુ કે, સમગ્ર દુનિયામાં જ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં ભાવ આસમાન પર કેમ છે. મોદી સરકારનાં સત્તા પર આવ્યા બાદથી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં 110 ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે તેમણે કહ્યુ કે, મોદી સરકારનાં છેલ્લા 4 વર્ષનાં શાસનમાં જીડીપીમાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ સમગ્ર બાબતને ધ્યાને લઇને સામાન્ય માણસ મોદી સરકારથી નાખુશ દેખાઇ રહ્યો છે.