loader

Breaking News


Home > National > આજે PM મોદી ' મેં નહીં હમ ' એપ - પોર્ટલ કરશે લોન્ચ


Foto

આજે PM મોદી ' મેં નહીં હમ ' એપ - પોર્ટલ કરશે લોન્ચ

Oct. 24, 2018, 10:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે મેં નહીં હમ પોર્ટલ અને એપ લોન્ચ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી આઇટી અને ઇલેક્ટ્રોનિક વિનિર્માણ ક્ષેત્રનાં ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરશે. પીએમ સાથે દેશભરનાં 100 થી વધુ સ્થાનોથી આઇટી અને ઇલેક્ટ્રોનિક વિનિર્માણ વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા આયોજન સાથે જોડાશે.

સેલ્ફ ફોર સોસાયટીની થીમ પર કામ કરનારા આ પોર્ટલ આઈટી ક્ષેત્રે જોડાયેલ કારોબારીઓ અને સંગઠનોને સામાજિક સરોકાર અને સમાજસેવાથી જોડાયેલ તેમના પ્રયાસોને એક સાથે લાવવા મંચ પૂરો પાડશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર તેના માધ્યમથી ઔધોગિક લાભ સમાજના નબળાં વર્ગો સુધી પહોંચાડવામાં ઝડપ લાવી શકાશે. પોર્ટલની મદદથી સમાજસેવા કરવા ઇચ્છુક લોકોની વ્યાપક સહભાગીદારીને પણ વધારવામાં આવશે.