loader

Breaking News


Home > National > પીએમનો ખેડૂતોને ૨૦૨૨ સુધી બે ગણી આવકનો વાયદો, તો શું મોદી માની રહ્યા છે કે ૨૦૧૯ તેઓ જીતી ચુક્યા છે


Foto

પીએમનો ખેડૂતોને ૨૦૨૨ સુધી બે ગણી આવકનો વાયદો, તો શું મોદી માની રહ્યા છે કે ૨૦૧૯ તેઓ જીતી ચુક્યા છે

June 20, 2018, 11:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પીએમ મોદીએ આજ રોજ બુધવારે ખેડૂતોને સંબોધિત કરતા મોટું નિવેદન આપ્યુ છે. ખેડૂતોને લઇને સરકાર કેટલી ચિંતિત છે અને તેમના હિત માટે કેટલુ કામ કરવામાં આવ્યુ છે તે તેમના આ સમગ્ર સંબોધનમાં છલકાયુ હતુ. તેમણે ખેડૂતોને વાયદો કરતા કહ્યુ કે, ૨૦૨૨ સુધી ખેડૂતોની આયમાં બે ગણો વધારો કરવાના લક્ષ્ય સાથે તેમની સરકાર કામ કરી રહી છે.



પીએમ મોદી આજે ખેડૂતોની સરકાર તરફની નારાજગીને દૂર કરવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. ૨૦૨૨ સુધી ખેડૂતોને બે ગણી આય મળશે તે સરકારનો લક્ષ્ય છે તે પણ તેમણે જણાવ્યુ હતુ. પરંતુ આ સાથે તેમણે બીજેપીની સરકાર ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલાથી જ જીતી ચુકી છે તેવો અહેસાસ પણ સામાન્ય જનતાને કરાવ્યો હતો. જ્યા એક તરફ જનતાનો વિરોધ, ચાર વર્ષની નિષ્ફળતા અને બીજી તરફ વિપક્ષનું એક સાથે થવુ બીજેપીને આવતા લોકસભાની ચુંટણીમાં જીતનાં સ્વાદથી દૂર થવાનો અહેસાસ કરાવી રહ્યો છે, ત્યારે ખેડૂતોને ૨૦૨૨નું સપનુ બતાવવું, દર્શાવી રહ્યુ છે કે બીજેપી ૨૦૧૯ને લઇને કેટલી ચિંતિત છે. હાલમાં જ્યારે ખેડૂતોને પોતાની મહેનતનું પૂરતુ મૂલ્ય નથી મળી રહ્યુ ત્યારે ૨૦૨૨માં તેમના માટે એક નવા સપનાની થાળી પરોસવાનું કામ બીજેપી કરી રહી હોય તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.