loader

Breaking News


Home > National > નોટબંધી માટે PM મોદીએ જનતાની માફી માંગવી જોઈએ : કોંગ્રેસ


Foto

નોટબંધી માટે PM મોદીએ જનતાની માફી માંગવી જોઈએ : કોંગ્રેસ

Nov. 7, 2018, 11:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નોટબંધીનાં બે વર્ષ પુરા થવા પર કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે કહયું હતું કે નોટબંધીના બે વર્ષ નિમિતે તેઓએ શુક્રવારે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે. પાર્ટીએ જણાવ્યું હતું કે અર્થ વ્યવસ્થાને બરબાદ અને તહસનહસ કરવા માટે પ્રધાનમંત્રીએ જનતાની માફી માંગવી જોઈએ.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે બે વર્ષ પહેલાં નોટબંધીનાં તુઘલકી ફરમાનથી દેશની અર્થવ્યવસ્થા સમગ્ર રીતે તબાહ કરવાનાં વિરુદ્ધમાં પોતાની અવાજ બુલંદ કરવા માટે કોંગ્રેસનાં નેતા અને કાર્યકર્તાઓ સડકો પર ઉતરશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા આઠ નવેમ્બરે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધિત કરીને લગભગ 16.99 લાખ કરોડ રૂપિયાનાં મૂલ્યનાં નાણાંને ચલણમાંથી બહાર કરી નાંખ્યા. આ માટે ત્રણ કારણ આપવામાં આવ્યાં હતાં જેનાથી કાળા નાણાં પર રોક લાગશે, નકલી નોટો બહાર થશે અને આતંકવાદને નાણાકીય સહાય મળતી બંધ થઇ જશે પરંતુ બે વર્ષ બાદ પણ આમાંથી એકપણ લક્ષ્ય પૂરું નથી થઈ શક્યું.