loader

Breaking News


Home > National > PM નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી, અસમથી આવ્યો દિલ્હી પોલીસને મેઈલ


Foto

PM નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી, અસમથી આવ્યો દિલ્હી પોલીસને મેઈલ

Oct. 13, 2018, 1:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એક વખત જાનથી મારવાની ધમકી મળી છે. આ બાબતે એક ધમકીભર્યો ઈ - મેઈલ દિલ્હી પોલીસ કમિશ્નરને મળ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના મેઈલમાં ફક્ત મારવાની જ ધમકી નથી પરંતુ તેનો સમય પણ જણાવવામાં આવ્યો છે. મેઈલમાં વર્ષ 2019 ના કોઈ એક મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ધમકીભર્યો મેઈલ આસામના એક જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. આ મેઈલ બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી બન્યાં તે અગાઉથી એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ નરેન્દ્ર મોદી આતંકીઓના નિશાને હતા. પોલીસનું કહેવું છે કે આ મેઈલ અસમના કોઈ એક જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. મેઈલ મળ્યા બાદ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પ્રધાનમંત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી ચુકી છે.