loader

Breaking News


Home > National > મગહર પહોંચ્યા PM મોદી. કબીર અકાદમીનો કર્યો શિલાન્યાસ, મજાર પર ચઢાવી ચાદર


Foto

મગહર પહોંચ્યા PM મોદી. કબીર અકાદમીનો કર્યો શિલાન્યાસ, મજાર પર ચઢાવી ચાદર

June 28, 2018, 11:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પ્રધાનમંત્રી મોદી આજે ઉત્તર પ્રદેશમાં સંત કબીરની નગરી સંત કબીર નગરમાં છે, અહી પહોંચીને તેઓએ સૌથી પહેલા કબીરને નમન કર્યા હતા અને તેમની સમાધિ પર ચાદર પણ ચઢાવી હતી. તમને જણાવી દઈએ કે આજે કબીરનો ૬૨૦ મો પ્રાગટ્ય દિવસ છે. PM મોદીએ અહી કબીર અકાદમીનાં મોડલની પણ મુલાકાત લીધી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહી સંત કબીર અકાદમીનો શિલાન્યાસ કર્યો હતો. થોડા સમય પછી PM મોદી જનસભાને સંબોધિત કરશે તેને ભાજપ ૨૦૧૯ લોકસભા ચુંટણી પ્રચારની શરૂઆતનાં રૂપમાં જોઈ રહી છે. ગોરખપુરમાં ભારે વરસાદને કારણે પ્રધાનમંત્રીનાં કાર્યક્રમમાં અંતિમ સમયે ફેરફાર કરવામાં આવ્યો હતો.

આ પહેલા ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM મોદીની મુલાકાતને પગલે એક દિવસ પહેલા મગહર જઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. યોગી સંત કબીરની મજારે પણ ગયા હતા.