loader

Breaking News


Home > National > આજે લખનૌ પહોંચશે PM મોદી, સુરક્ષા વ્યવસ્થા કરાઈ મજબુત


Foto

આજે લખનૌ પહોંચશે PM મોદી, સુરક્ષા વ્યવસ્થા કરાઈ મજબુત

July 28, 2018, 12:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : લોકસભાની સામાન્ય ચુંટણી અગાઉ પ્રધાનમંત્રીના ઉત્તર પ્રદેશમાં આંટાફેરા વધી ગયા છે ત્યારે આજે એક વખત ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનૌ પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારે લખનૌનાં પ્રવાસ દરમિયાન ગ્રામ્ય વિકાસ વિભાગનાં અનેક કાર્યક્રમો તથા રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ગ્રાઉન્ડ બ્રેકીંગ સેરેમનીમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી શનિવારે ૪:૩૦ વાગ્યે અમૌસી એરપોર્ટ પહોંચશે અને સાંજે પાંચ વાગ્યે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમૃત, સ્માર્ટ સિટી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની ૩,૮૯૭ કરોડ રૂપિયાની ૯૯ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સત્તાવાર કાર્યક્રમ મુજબ PM મોદી શનિવારે સાંજે લખનૌ પહોંચશે અને ટ્રાન્સફોર્મિંગ અર્બન લેન્ડસ્કેપ નામનાં કાર્યક્રમમાં હાજરી આપશે.