loader

Breaking News


Home > National > PNB કૌભાંડ : સીબીઆઈએ મેહુલ ચોકસી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી


Foto

PNB કૌભાંડ : સીબીઆઈએ મેહુલ ચોકસી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

May 18, 2018, 11:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં અબજોપતિ જ્વેલર મેહુલ ચોક્સી, તેમની કંપની સામે તેની પુરક ચાર્જશીટ આજે દાખલ કરી હતી. ગીતાંજલિ ગ્રુપ હેઠળની તેમની કંપની સામે પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુંબઈમાં ખાસ સીબીઆઈ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ ૧૬ અન્ય કંપનીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમની સામે આક્ષેપબાજી કરી છે.

ચોક્સી અને તેમની કંપની ઉપરાંત તમામ પર ફોજદારી કાવતરા, છેતરપિંડી, પ્રવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આરોપો મુકવામાં આવ્યા છે. મેહુલ ચોક્સી, ગીતાંજલિ ગ્રુપ સામે હવે દિનપ્રતિદિન સકંજા વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. ઘટનાક્રમમાં સીબીઆઈએ પીએનબી કૌભાંડના સંદર્ભમાં તપાસ ચાલ્યા બાદ ફરાર રહેલા આરોપી નિરવ મોદી અને અન્યો સામે કોર્ટમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ ચાર્જશીટ મુંબઈમાં સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાઈ છે જેમાં ઉષા સહિત બેંકના અનેક ટોપના અધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ પીએનબીના કારોબારી ડિરેક્ટર કેવી બ્રહ્માજી રાવ, સંજીવ શરણ અને જનરલ મેનેજર (ઇન્ટરનેશનલ ઓપરેશન) નેહલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં સીબીઆઈએ નિરવ મોદી, તેમના વિશાલ મોદી અને સુભાષ પરબની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.