loader

Breaking News


Home > National > PNB કૌભાંડ : CBI આજે નિરવ મોદી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે


Foto

PNB કૌભાંડ : CBI આજે નિરવ મોદી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે

May 14, 2018, 1:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક કૌભાંડનાં મુખ્ય આરોપી નિરવ મોદી વિરુદ્ધ CBI આજે ચાર્જશીટ દાખલ કરશે. CBI તરફથી આ કેસમાં દાખલ થનાર પ્રથમ ચાર્જશીટ હશે. આ ચાર્જશીટમાં નિરવ મોદી સહીત અન્ય ઘણા લોકોના નામ પણ સામેલ થઇ શકે છે.

સુત્રોના જણાવ્યાં મુજબ ચાર્જશીટમાં PNB તત્કાલિન MD ઉષા અનંતસુબ્રમણ્યમનું નામ આવી શકે છે. ઉષા વર્તમાનમાં ઇલાહાબાદ બેંકની CEO છે. આ ઉપરાંત પંજાબ નેશનલ બેંકનાં ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સાથે CBI એ પૂછપરછ કરી હતી તેમનું નામ પણ સામેલ કરવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓએ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનાં SWIFT કંટ્રોલ સિસ્ટમનું પાલન કરવામાં આવ્યું નહોતું. જો કે આ ચાર્જશીટ ફક્ત નિરવ મોદી સામે જ હશે. જયારે મેહુલ ચોકસી વિરુદ્ધ આ સપ્તાહનાં અઠવાડિયામાં અલગથી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.