loader

Breaking News


Home > National > PNB કૌભાંડ : નિરવ મોદીની ૧૭૧ કરોડની સંપતિ જપ્ત, ૧૦૬ બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યાં


Foto

PNB કૌભાંડ : નિરવ મોદીની ૧૭૧ કરોડની સંપતિ જપ્ત, ૧૦૬ બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યાં

May 22, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : PNB કૌભાંડનાં આરોપી એવા નિરવ મોદીની ૧૭૧ કરોડની સંપતિ ED એ જપ્ત કરી દીધી છે. જપ્ત કરેલ સંપતિમાં મુંબઈ અને સુરતમાં રહેલ ચાર કોમર્શિયલ બિલ્ડીંગ અને ૧૧ કારનો સમાવેશ થાય છે. ઇડીનાં એક અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન નિરવ મોદીની સંપતિઓ અને બેંક ખાતાની વિગતો મળી છે. કાયદા અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે અને સ્થાઈ સંપતિના રૂપે ૧૭૧.૨૬ કરોડ રૂપિયાનાં સંપતિ જપ્ત કરવામાં આવી છે.

નિરવ મોદીના ૧૦૬ બેંક ખાતા અને ૧૫ ડીમેટ ખાતા પણ સીલ કરી દેવામાં આવ્યાં છે. મુંબઈ અને સુરતમાં જપ્ત કરવામાં આવેલ સંપતિની કુલ કિંમત ૭૨.૮૭ કરોડ છે જયારે સીલ કરવામાં આવેલ નિરવ મોદીના ડીમેટ એકાઉન્ટમાં ૩૫.૮૬ કરોડ રૂપિયા બેલેન્સ હતું. વધુમાં સીલ કરવામાં આવેલ બેંક ખાતાઓમાંથી ૫૫.૧૨ કરોડ રૂપિયાનું બેલેન્સ મળી આવ્યું હતું.