loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં પોલીસની વધી ગુંડાગર્દી, હોટલનાં કર્મચારીને ઢોર માર માર્યો, ઘટના સીસીટીવીમાં થઇ કેદ


Foto

અમદાવાદમાં પોલીસની વધી ગુંડાગર્દી, હોટલનાં કર્મચારીને ઢોર માર માર્યો, ઘટના સીસીટીવીમાં થઇ કેદ

Feb. 1, 2018, 7:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : અમદાવાદનાં બોપલમાં પોલીસની ગુંડાગર્દીનું એક તાજુ ઉદાહરણ જોવા મળ્યુ હતુ. કહેવાય છે કે પોલીસ આપણા રક્ષણ માટે છે, પરંતુ આ વાતને ખોટી સાબિત કરતા બોપલનાં કોન્સ્ટેબલો ખુલે આમ ગુંડાગર્દી પર ઉતારુ થઇ ગયા છે. બોપલમાં આવેલી દ્વારકાધીશ હોટલમાં વહેલી પરોઢનાં ચાર વાગે આવેલા કોન્સ્ટેબલોએ હોટલમાં કામ કરતા કર્મચારી પર પોતાની વર્દીનો રોપ જમાવી તેને નજીવી બાબતે ઢોર માર માર્યો હતો.



અમદાવાદનાં બોપલ મથકમાં ફરજ બજાવતા ચાર કન્સ્ટેબલો દારૂનાં નશામાં ધુત દ્વારકાધીશ હોટલમાં જમવાનાં ઇરાદે પહોચ્યા હતા, પરંતુ હોટલનાં કર્મચારીએ હોટલ બંધ થઇ ગઇ છે અને જમવાનું પણ નથી તેમ કહેતા પોલીસ કોન્સ્ટેબલોનો પારો ગરમ થયો હતો. સિવિલ ડ્રેસમાં આવેલા આ પોલીસ કોન્સ્ટેબલોને હોટલનાં કર્મચારીનો આ જવાબ પસંદ ન આવતા તેને ઢોર માર માર્યો હતો. તેટલુ જ નહી પોલીસ કોન્સ્ટેબલોએ કહ્યુ કે, જો અહી જમવાનું ન હોય તો અમે બીજી કોઇ હોટલમાં જમી લઇશું પણ બીલનાં પૈસા તારે આપવા પડશે. હોટલનાં કર્મચારીએ પોતાની ગરીબી સામે જોવા કહ્યુ અને મારી પાસે પૈસા ક્યાંથી હોય તેવું કહેતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશદાન ગઢવી પ્રદ્યુમનસિંહ ગરમ થઇ ગયા અને પોતાનો કમર પટ્ટો ઉતારી તેને મારવાનું શરૂ કરી દીધુ હતુ. જો કે આ મારામારીમાં આસપાસનાં હોટલનાં લોકો પણ આવી ગયા પરંતુ કોઇની પણ તેમને રોકવાની હિમ્મત ન ચાલી. આ પોલીસવાળા અડધો કલાક સુધી તે ગરીબને મારતા રહ્યા.

પોલીસ કોન્સ્ટેબલોએ ભેગા થઇને હોટલનાં કર્મચારીને એટલો માર્યો કે તે ખુબ જ જરી ગયો. તેટલુ જ નહી તેને માર્યા બાદ આ પોલીસવાળા તેને હોટલની બહાર લઇ ગયા અને ઉઠક બેઠક કરાવી. આ ધમાલ કર્યા બાદ પોલીસવાળા ત્યાંથી જતા રહ્યા અને થોડીવારમાં જ હોટલનાં માલિક દોડી આવ્યા હતા અને તેમણે તે ગરીબને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાવ્યો હતો. જો કે આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવી ફુટેજથી આ કોન્સ્ટેબોલોને શિયાળાની ઠંડીમાં પણ પરસેવો વળે તો કોઇ નવાઇ નહી.