loader

Breaking News


Home > Gujarat > કુખ્યાત બુટલેગરથી પોલીસ ફફડે છે, હપ્તો લેવાની પણ હિંમત નથી કરતી, શું છે કારણ જાણો


Foto

કુખ્યાત બુટલેગરથી પોલીસ ફફડે છે, હપ્તો લેવાની પણ હિંમત નથી કરતી, શું છે કારણ જાણો

June 12, 2018, 2:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:ગુજરાતમાં દારૂ વેચવો કે પીવો ગુનો બને છે આ માટે ગુજરાતમાં નશાબંધી ઉપરાંત પણ કડક કાયદાઓ છે પરંતુ આ કાયદાઓ માત્ર સરકારી કાગળો ઉપર જ મર્યાદિત થઇ જાય છે. ગુજરાતમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રોજનાં હજરો લીટર દારૂ પકડાઈ રહ્યો છે તે બતાવે છે કે બુટલેગરો છાટકા બની ગયા છે તેમને કોઈ પણ પ્રકારનાં કાયદાનો ડર રહ્યો નથી અને જો સંજોગોવાસ પકડાઈ જાય તો હપ્તો આપીને કે કટકી કરીને યેન-કેન પ્રકારે છૂટી જાય છે.જે બતાવે છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો માત્ર નામનો જ છે.

જોકે નરોડાપાટિયાંનું વિસ્તારનું નામ પડે ત્યારે પોલીસ ફફડી જાય છે.આ વિસ્તારમાં ટ્રકો ભરી ભરીને દારૂ ઠલવાય છે પરંતુ પોલીસ ત્યાં દરોડો પાડવાની હિંમત નથી. કારણ છે સાવન નામનો માથાભારે બુટલેગર...

સાવન સામે દારૂની હેરફેરની હેરફેર સહિતનાં અનેક ગુનાઓ નોંધાયા છે તે સ્થાનિક પોલીસ સહીત તમામ બ્રાંન્ચોને નિયમિત હપ્તો પણ આપતો હતો પણ પછી પોલીસની દાદાગીરી અને વારંવાર હપ્તાની માંગણીથી કંટાળીને તેણે પોલીસ સામે એન્ટી કરપ્સનનો કેસ ઠોકી દીધો હતો,ત્યારબાદ પોલીસને બરાબરનો પાઠ ભણાવવાં તેણે પોતાનાં ઘરની બહાર સીસીટિવી કેમેરા લગાવી દીધા છે.જેનાં કારણે કોઈ પોલીસવાળો કે અધિકારી તેનાં ઘરબાજુ હપ્તો કે ઉઘરાણી કરવાં ફરકતાં નથી.તેની ઘરની સામે એક મોટું મેદાન છે ત્યાં રોજ મોડી રાતથી લઇને પરોઢીએ સુધી દારૂની રેલમછેલ થતી હોય છે, જેને દારૂની ભાષામાં કટિંગ કહે છે.આ બધું કામ ચાલતું હોય ત્યાં સુધી સાવન ઘરે જ બેસી રહે છે જો પોલીસ મેદાનમાંથી દારૂ પકડે તો તે કોર્ટમાં પોતાના સીસીટીવી ફૂટેજને આધારે વિઝ્યુઅલ દેતા રજૂ કરી દે છે અને કોર્ટમાં સાબિત કરી દે છે કે તેની પાસેથી દારૂ મળ્યો નથી.આમ સફળતાં પૂર્વક સાવન કોર્ટ અને પોલીસને માતા આપી દે છે.

સામાન્ય દારૂ પીધેલ વ્યકિત પર રુઆબ છાટતી પોલીસ સાવાનનો વાળ પણ વાંકો કરી શકતી નથી.જયારે સામાન્ય કોઈ વ્યકિતની એક બોતલપ ન પકડાય તો પોલીસ તેને ઉથઇને સીધી એટીએમમાં લઈને પૈસા ઉઠાવી લે છે.