loader

Breaking News


Home > Gujarat > એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા હુક્કાબાર પર પોલીસે પાડ્યો દરોડો, પાંચ લોકોની કરાઇ ધરપકડ


Foto

એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા હુક્કાબાર પર પોલીસે પાડ્યો દરોડો, પાંચ લોકોની કરાઇ ધરપકડ

Nov. 3, 2018, 11:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજય સરકારે હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ કેટલાક હુક્કાબારનાં સંચાલકો હજુ પણ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવી રહ્યાં છે. અમદાવાદનાં મણિનગર વિસ્તારની હદમાં આવેલા એક અપોર્ટમેન્ટમાં લાંબા સમયથી ચાલતું હુક્કાબાર પોલીસે આજે ઝડપી પાડી તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હુક્કા પીતા પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. સાથે સાથે ફલેટમાથી હુક્કા અને ફ્‌લેવર સહિતની સામગ્રી પણ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



આ પહેલા પણ અમદાવાદમાં અપોર્ટમેન્ટમાંથી હુક્કાબાર પકડાયા હોવાની ઘટના બની છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મણિનગર પોલીસને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે મણિનગર વિસ્તારમાં જગાભાઈ પાર્ક સામે આવેલા આશીર્વાદ અપોર્ટમેન્ટમાં ચાલી રહેલા ગેરકાયદે આ હુક્કાબાર ખાતે પોલીસે અચાકન જ દરોડો પાડયો હતો અને ઓચિંતી રેડ કરતાં ઘટનાસ્થળેથી પાંચ લોકો હુક્કો પીતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ છે છતા નિયમને બાજુમાં મૂકીને ધમધમી રહેલા હુક્કાબાર અનેક વખત દરોડામાં આવી ચુક્યા છે. એટલું જ નહી, સ્થળ અને જગ્યાઓ બદલી બદલીને નવેસરથી આ દુષણ ચાલુ રાખે છે, જેને લઇ શહેરનું યુવાધન સહિતનાં નાગરિકો તેની ઝપટમાં ફસાતા હોય છે. મણિનગરનું આ હુક્કાબાર પણ ઘણા સમયથી ચાલતુ હોવાનું પોલીસનાં ધ્યાનમાં આવ્યુ છે. પોલીસે ઘટનાસ્થળેથી હુક્કા, વિવિધ ફલેવર સહિતની સામગ્રી જપ્ત કરી પાંચેય આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.