loader

Breaking News


Home > Gujarat > મણિનગર સ્ટેશન પર પોલીસકર્મિની બહાદુરી, ચાલતી ટ્રેન વચ્ચે ફસાયેલ મહિલાનો જીવ બચાવ્યો


Foto

મણિનગર સ્ટેશન પર પોલીસકર્મિની બહાદુરી, ચાલતી ટ્રેન વચ્ચે ફસાયેલ મહિલાનો જીવ બચાવ્યો

Aug. 11, 2018, 3:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો હતો પરંતુ પોલીસકર્મીએ સમયસુચકતા વાપરીને એક મહિલાને બચાવી લીધી હતી. જા કો રાખે સાંઈયા માર ન શકે કોઈ આ કહેવત અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર ખરા અર્થમાં ચરિતાર્થ થઇ કે જયારે ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે એક મહિલા ફસાઈ ગઈ અને પોલીસકર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને મહિલાને બચાવી હતી.

ગઈકાલે મણિનગર રેલવે સ્ટેશન પર જબલપુર - સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા ફસાઈ ગઈ હતી ત્યારે તે સમયે હાજર એક પોલીસકર્મી સંજય ખાવનેની નજર તેની પર પડી. ત્યારબાદ પોલીસે તરત જ દોડીને મહિલાનો હાથ પકડીને પોતાની બાજુમાં ખેંચી હતી જેને કારણે જીવ બચી ગયો હતો. વધુ માહિતી મુજબ મહિલાને કોઈ પ્રકારની ઇજા થઇ નથી.