loader

Breaking News


Home > Gujarat > રવિન્દ્ર જાડેજાની પત્નિ રીવા સાથે પોલીસ કોન્સ્ટેંબલે કરી મારપીટ


Foto

રવિન્દ્ર જાડેજાની પત્નિ રીવા સાથે પોલીસ કોન્સ્ટેંબલે કરી મારપીટ

May 22, 2018, 11:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત :ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાઇ અને સારુ પ્રદર્શન કરી રહેલા રવિન્દ્ર જાડેજાને આપણે સૌ ઓળખીએ છીએ. દેશનું નામ ઉજળુ કરનાર જાડેજાની પત્નિ રીવા જાડેજા સાથે કેન્સ્ટેંબલે મારપીટ કરી હોવાનું ચોંકાવનાર સમાચાર મળી આવ્યા છે. ઘટના જામનગરનાં સારુ સેક્શન રોડ પર થઇ હતી.




ઘટનાસ્થળ પર હાજર લોકોનાં જણાવ્યાં અનુસાર રવિન્દ્ર જાડેજાની પત્નિ રીવા જાડેજાની કાર કોન્સ્ટેંબલની મોટરસાઇકલ સાથે અથડાઇ ગઇ હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેંબલે રીવા સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. લોકોનું કહેવુ છે કે, રીવાની કાર સાથે ટક્કર થતા પોલીસ કોંન્સ્ટેબલ પોતાનો આપો ખોઇ બેઠો અને તેણે ન જોયુ કે સામે એક મહિલા છે અને મારપીટ શરૂ કરી દીધી. તેટલું જ નહી કોંન્સ્ટેબલે રીવાનાં બાલ પણ ખેંચ્યા હતા. જામનગર જિલ્લાનાં પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલાએ જણાવ્યુ કે, અમે સંભવ સહાયતા કરી રહ્યા છીએ અને પોલીસ કોંન્સ્ટેબલનાં વિરુદ્ધ કડક પગલા લઇશું.