loader

Breaking News


Home > Gujarat > આદિવાસીઓનાં રોષ વચ્ચે મોદીનાં પોસ્ટર સાચવવા મોટી સંખ્યામાં ગોઠવવી પડી પોલીસ


Foto

આદિવાસીઓનાં રોષ વચ્ચે મોદીનાં પોસ્ટર સાચવવા મોટી સંખ્યામાં ગોઠવવી પડી પોલીસ

Oct. 30, 2018, 10:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ૩૧મી ઓક્ટોબરનાં રોજ કેવડિયા ખાતે યોજાનાર કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. સ્થાનિક આદિવાસીઓનાં વિરોધ વચ્ચે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજય રૂપાણી સરકાર જમીન અને આસમાન એક કરી રહી છે. બીજી તરફ આદિવાસીઓનો વિરોધ પણ ચરમસીમાએ પહોંચ્યો છે.



૩૧મી તારીખે આદિવાસીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં આ દિવસે ઘરનો ચુલો નહીં સળગાવવાનો નિર્ણય કરવમાં આવ્યો છે. આ વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આદિવાસી વિસ્તારોમાં પોસ્ટર્સ ફાડી નાખવાની ઘટના બાદ જ્યાં જ્યાં પોસ્ટર્સ લાગ્યા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે પોલીસ કોન્સ્ટેબલ એક પોસ્ટર પાસે ઉભા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણ કાર્યક્રમને લઈને સરકારે ઠેરઠેર પોસ્ટર્સ અને બેનર્સ લગાવ્યા છે. જો કે, છેલ્લા થોડા સમયથી આ પોસ્ટર્સ પર કાળી શાહી ફેંકવામાં આવી રહી છે તો ક્યાંક આ પોસ્ટર્સને ફાંડી નાખવામાં આવી રહ્યા છે. આથી હવે સરકારે નાલેશી ટાળવા માટે નર્મદામાં પોસ્ટર્સ લગાવ્યા હોય ત્યાં બે-બે પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દીધા છે. સરકારનાં આ પગલાંથી એવી લોકચર્ચા જાગી છે કે શું બીજેપી સરકારનાં આવા ખરાબ દિવસો આવી ગયા છે કે પોસ્ટર્સ સાચવવા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડી રહ્યો છે?