loader

Breaking News


Home > Gujarat > હોસ્ટેલ પર હુમલો કરનાર ટોળાં સામે પોલીસે આજીવન કેદની કલમ લગાવી.


Foto

હોસ્ટેલ પર હુમલો કરનાર ટોળાં સામે પોલીસે આજીવન કેદની કલમ લગાવી.

April 18, 2018, 1:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:સોમવારની રાત્રે બનેલી જૂથ અથડામણની હિંસક ઘટના બાદ મંગળવારે સવારથી જ એક જૂથનુ મોટું ટો‌ળું એલિસબ્રિજ પોલીસમથકનો ઘેરાવો કરવા પહોંચી ગયુ હતુ. સંખ્યાબંધ લોકોનાં ટોળાં પોલીસમથકની બહાર રોડ ઉપર ઉતરી પડતા સ્થિતિ તંગ બની હતી. અહીં ટોળાંએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રગટ કર્યો હતો. પોલીસની સમજાવટના અંતે મહિલાની ફરિયાદ લેતા મામલો શાંત પડયો હતો. સમગ્ર રોડ પર ભારે ટ્રાફિકજામ થયો હતો. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો ઘેરાવો:

ભૂદરપુરામાં હોસ્ટેલ પર સોમવારે રાત્રે હુમલો કરવાના બનાવમાં ત્રણ પોલીસ ફરિયાદ થઈ છે. સ્થાનિક મહિલાએ આ બનાવ હોસ્ટેલમાં રહેતા છોકરાઓએ સ્થાનિક યુવતીની છેડતી કરતા હોવાથી બન્યો હોવાનું જણાવ્યું છે. હોસ્ટેલવાળાઓ આ બનાવ પીધેલા સ્થાનિકોએ તોફાન કરતા હોવાનું જણાવ્યું છે. પોલીસે હુમલો કરનાર ટોળાં સામે આજીવન કેદની જોગવાઈ ધરાવતી કલમ 395 લગાવી છે. આ ગુનો બિનજામીનપાત્ર છે. આ કલમના કારણે વિવાદ વધુ ભડકે એવી સંભાવના છે.

ટોળાંએ ઘરમાં ઘૂસીને શારીરિક અડપલાં કર્યાં- સ્થાનિકોની FIR:

મારું નામ આનલબહેન રસિકભાઇ સોલંકી (નામ બદલેલ છે) (ઉ.વ.38) રહે. ભૂદરપુરા. તા.16-4-2018ની રાતે બૂમાબૂમ થતાં મને જાણવા મળેલ કે, નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા(રીબડા) હોસ્ટેલના યુવકોએ આપણી છોકરીઓની છેડતી કરતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. પોલીસે ટિયર ગેસ છોડતા તેનો ધુમાડો અમારા ઘરની અંદર આવતા મેં ઘર બંધ કરી દીધું હતું. પછી અચાનક પોલીસનું ટોળું મારા ઘરની બાજુમાં આવ્યું અને તેની સાથે હોસ્ટેલમાં રહેતા 20 છોકરાઓ ચડ્ડા પહેરીને આવ્યા.તેમણે મારા ઘરનો દરવાજો તોડી મારી સાથે શારીરિક અડપલાં કરી મારી ચેઇન ખેંચી લીધી તથા મારા પતિ અને દીકરાને ઢોર માર મારી તેમની લઈ ગયા હતા. પછી હું સમાજની સાથે પોલીસ સ્ટેશન આવી તે બન્નેને પોલીસ પાસેથી છોડાવ્યા હતા.ત્યારબાદ હોસ્પિટલ ગઈ ત્યારે ખબર પડી કે અન્ય 19 લોકોને પણ તેમણે માર્યા હતા.

હોસ્ટેલ છોડી ભાગી જાવ નહીં તો જીવતા સળગાવીશું: હોસ્ટેલવાળાની FIR

હું દશરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા(65) રાજપૂતોની હોસ્ટેલમાં 2014થી વહીવટકર્તા તરીકે સેવા આપુ છુ. તા.16 -4 - 2018ની રાતે હોસ્ટેલના છોકરાઓએ મને ફોન કરીને જાણ કરેલ કે, રાતે 9.15 વાગ્યે હોસ્ટેલમાં 15થી 20 છોકરાઓ હાજર હતા. ત્યારે કેટલાક માણસો ગેરકાયદે મંડળી રચી હોસ્ટેલમાં ઘૂસી આવ્યા હતા અને રૂમના દરવાજા ખખડાવી રહ્યા હતા. જોકે છોકરાઓએ દરવાજા નહીં ખોલતા તે લોકોએ હોસ્ટેલમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું.

તેમના હાથમાં લાકડીઓ,કોંસ, પાવડા તેમજ અન્ય ઘાતક હથિયારો હતા. આ ટોળામાં સામેલ લોકો બૂમો પાડી રહ્યા હતા કે તમે દરબાર લોકો આ ભવન છોડીને અહીંથી ભાગી જાવ નહીં તો તમને જીવતા સળગાવી નાખીશું અહીંયા તમારુ કોઇ જ તમને બચાવવા નહીં આવે, આ સમગ્ર વિસ્તાર અમારો છે, તેમ કહી અમારા ભવનના વિદ્યાર્થીઓને ધમકીઓ આપી ઓફિસ, રહેણાંક તેમજ લિફટનો સર સામાન સળગાવી દીધો હતો.

ટોળાંએ પથ્થરમારો કરતા લાઠીચાર્જ કરવો પડ્યો હતો- પોલિસની FIR:

હું પી.ડી. પરમાર પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલિસબ્રિજ પોલીસ સ્ટેશન. 16-4-2018ના રોજ કંટ્રોલ રૂમમાં 10.18 વાગ્યે અમિતાબહેને જણાવેલ કે રાજપૂત સમાજની બોડિંગ આંબાવાડીમાં 15થી 20 માણસોનું ટોળું લાકડીઓ લઇને આવેલ છે અને અમારા જાનને જોખમ છે. અમે સ્ટાફના માણસો સાથે આવીને જોયું તો 200 માણસોનું ટોળું હોસ્ટેલની અંદર અને બહાર ઊભું હતું. કેટલાક હોસ્ટેલની બહાર તો કેટલાક લોકો હોસ્ટેલની અંદર પથ્થરમારો કરતા હતા અને પાર્કિંગમાં 10 બાઈકો સળગાવી દીધેલ. ફાયર બ્રિગેડની ગાડીઓ આવતા ટોળાએ તેમની ઉપર પણ પથ્થરમારો કરેલ. જેથી લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ કરનારી મહિલાના ઘરમાં જ પોલીસે તોડફોડ કરી:

ભૂદરપુરામાં હોસ્ટેલમાં ઝઘડો થયો હોવા અંગે હોસ્ટેલની બાજુમાં રહેતાં અમીબહેન જાદવે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસ આવી તો ખરી પણ પોલીસે અમીબહેનનાં ઘરમાં પણ તોડફોડ કરી પરિવારનાં સભ્યો સાથે મારામારી કરી હોવાનો ગંભીર આક્ષેપ અમીબહેને કર્યો છે.

પોલીસના લાઠીચાર્જમાં ત્રણને ઈજા:

ભુદરપુરામાં સ્ટડી સેન્ટર પર થયેલા હુમલા પછી પોલીસે ટોળાંને વિખેરવા કરેલા લાઠીચાર્જમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી.