loader

Breaking News


Home > Gujarat > બુટલેગરો પર ત્રાટકી પોલીસ, દારૂનાં અડ્ડા પર તવાઈ


Foto

બુટલેગરો પર ત્રાટકી પોલીસ, દારૂનાં અડ્ડા પર તવાઈ

Aug. 6, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : અંકલેશ્વરમાં પોલીસની દેશી- વિદેશી દારૂનાં અડ્ડા પર તવાઈ બોલાવી હતી અને ૪૭ જેટલા મહિલા તેમજ પુરુષ બુટલેગરોને જેલ ભેગા કર્યા હતા. શહેર, ગ્રામ્ય, અને જીઆઇડીસી પોલીસે ૪૫ દેશી દારૂનાં અડ્ડા પર તેમજ ૨ ઈંગ્લીશ દારૂનાં અડ્ડા પર દરોડા પાડ્યા હતા.



૫૦૦૦ ઉપરાંતની દેશીદારૂ અને વોશ તેમજ ૨ ઈંગ્લીશ દારૂના અડ્ડા પરથી ૫ હજાર ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો. ૪૮ કલાક ચાલેલી પ્રોહિબિશન ડ્રાઈવમાં સૌથી વધુ શહેર પોલીસે ૨૬ દેશીદારૂ અને ૨ ઈંગ્લીશ દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જિલ્લા પોલીસવડા દ્વારા યોજવામાં આવેલ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૨૬ જેટલા દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી હતી અને ૨ ઈંગ્લીશ દારૂનાં અડ્ડા પૈકી હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ વિસ્તારમાં રજની સુરતી નામનાં બુટલેગરને ત્યાંથી ૮ પી.એમના ૮ પાઉચ કિંમત રૂપિયા ૧૨૦૦ તમેજ અંદારા ગામે બોરીચોક ખાતે જયોતિ પટેલ નામની મહિલા બુટેલગાર પાસે થી ૧૮૦ એમ.એલ. ની ૪૦ બોટલ મળી ૪૦૦૦ ઉપરાંતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત જી.આઈ.ડી.સી પોલીસે પણ ૧૫ જેટલા દેશીદારૂની હાટડી પર તવાઈ બોલાવી હતી. જીઆઇડીસી તમેજ ભરકોદ્રા, કોસમડી તેમજ આજુબાજુ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.