loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં કીકી ચેલેન્જનો પ્રથમ વિડિયો વાયરલ, કિકી ચેલેન્જ ન આપવા પોલીસનો અનુરોધ


Foto

રાજ્યમાં કીકી ચેલેન્જનો પ્રથમ વિડિયો વાયરલ, કિકી ચેલેન્જ ન આપવા પોલીસનો અનુરોધ

Aug. 2, 2018, 5:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વડોદરા : ગઈકાલે જ ગુજરાત પોલીસે એક ટ્વિટ કરીને લોકોને કીકી ચેલેન્જ ન આપવા કે ન સ્વીકારવાની શીખામણ આપી હતી. પરંતુ ગુજરાત પોલીસની ચેતવણી કે સલાહની કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી. ગુજરાતમાં કીકી ચેલન્જનો પ્રથમ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વડોદરાની એક કોમેડિયન મહિલાનો છે. વીડિયોમાં મહિલા પોતાની કાર બહાર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં દેખાતી મહિલા રિઝવાના મીર હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરાના વાયરલ થયેલા આ વીડિયોમાં રિઝવાના મીર નામની મહિલા કાર નીચે વિવિધ સ્ટેપ્સ કરી રહી છે. રિઝવાના મીર કોમેડિયન હોવાનું માલુમ પડ્યું છે. આ વીડિયા તેના પુત્ર સૈયદ મીરે શૂટ કર્યો હતો. મહિલાના પુત્રએ આ અંગે ખુલાસો કર્યો હતો કે કારને બે લોકો ધક્કો મારીને ચલાવી રહ્યા હતા. તેની માતાએ કારમાંથી કૂદકો માર્યો ન હતો પરંતુ તે પહેલેથી જ કારની બહાર હતી.