loader

Breaking News


Home > National > બેંગ્લોરમાંથી ૯૭૪૬ બોગસ વોટર આઈડી મળતાં રાજકીય ગરમાવો, કોંગ્રેસ - ભાજપે એક બીજા પર લગાવ્યો આરોપ


Foto

બેંગ્લોરમાંથી ૯૭૪૬ બોગસ વોટર આઈડી મળતાં રાજકીય ગરમાવો, કોંગ્રેસ - ભાજપે એક બીજા પર લગાવ્યો આરોપ

May 9, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટક વિધાનસભા ચુંટણીના થોડા દિવસ અગાઉ બેંગ્લોરનાં જાલાહલ્લીનાં એક ફ્લેટમાં મોટી સંખ્યામાં બોગસ વોટર આઈડી મળી આવ્યાં છે. આ ખુલાસા બાદ કર્ણાટક વિધાનસભામાં ચુંટણીમાં અચાનક ગરમાવો વધી ગયો છે. ભાજપે ચુંટણી પંચ સમક્ષ ચુંટણી રદ કરવાની માંગ કરી છે ત્યારે બીજી તરફ પંચે પણ મામલાની સંવેદનશીલતા જોઇને મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરી હતી.

મુખ્ય ચુંટણી અધિકારી સંજય કુમારનાં જણાવ્યા મુજબ ફ્લેટમાંથી ૯૭૪૬ વોટર આઈડી જપ્ત કરવામાં આવ્યાં છે. વોટર કાર્ડ પ્રથમદર્શી રીતે અસલી લાગી રહ્યા છે. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બેહદ ગંભીર મુદ્દો છે અને દોષિતો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ સિદ્ધારમૈયા પર આકરા પ્રહાર કર્યા હતા, વધુમાં ભાજપે કર્ણાટક ચુંટણી રદ કરવાની પણ માંગ કરી હતી.