loader

Breaking News


Home > Gujarat > બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણીમાં અવ્યવસ્થાનાં કારણે મતદાન રદ્દ


Foto

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણીમાં અવ્યવસ્થાનાં કારણે મતદાન રદ્દ

March 28, 2018, 5:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણીમાં ધાંધલી થઇ હોવાનું સામે આવી રહ્યુ છે. આ ચુંટણીમાં અવ્યવસ્થા અને ગેરરીતીનાં કારણે મતદાન રદ્દ કરવામાં આવ્યુ હોવાના સમાચાર સુત્રો દ્વારા મળી રહ્યા છે.



બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનાં ઓબ્ઝર્વર દ્વારા નિર્ણય આ મતદાનને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલમાં કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે અન્ય 137 બૂથ મતદાન યથાવત રાખવામાં આવ્યુ હતુ. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનાં ઓબ્ઝર્વરને અમદાવાદનાં ગુજરાત ક્લબ ખાતે ચાલી રહેલા મતદાનમાં અવ્યવસ્થા અને ગેરરીતી દેખાતા મતદાન તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવ્યુ છે. આ પહેલા પણ મતદાનનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. સ્થળ પર હાજર રહેલા વકીલોનાં જણાવ્યાં મુજબ મતદાન બૂથ બહાર નકલી સ્લીપો ફરતી કરવામાં આવી હતી. સાથે તેમણે કહ્યુ કે, આ એક લોકશાહીનો પર્વ છે, જેના માટે કોઇ પણ વ્યવસ્થા ન હોવાથી વકીલોમાં તેનો રોષ છે.