loader

Breaking News


Home > National > ગરીબ રથ ટ્રેનોનું વધી શકે છે ભાડું, જાણો શું છે કારણ


Foto

ગરીબ રથ ટ્રેનોનું વધી શકે છે ભાડું, જાણો શું છે કારણ

July 16, 2018, 1:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય રેલ્વે તરફથી ગરીબ રથ એક્સપ્રેસ સામાન્ય લોકો માટે કોઈ આશીર્વાદથી ઓછી નથી. તે સામાન્ય માણસ માટે સસ્તા ભાડાની સુવિધા સાથે શરુ કરવામાં આવેલ ટ્રેન હતી. પરંતુ હવે ખુબ જલ્દી આ ટ્રેનના ભાડામાં વધારો થઇ શકે છે. રેલ્વે અધિકારી તેની પાછળ વધેલા ખર્ચને જવાબદાર ગણાવી રહ્યા છે. જો તમે ગરીબરથમાં યાત્રા કરો છો તો વધેલાં ભાડાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે.

અધિકારીઓના જણાવ્યાં મુજબ આવતાં ૬ મહિનાની અંદર ભાવ વધારો કરવામાં આવી શકે છે. તેઓએ જણાવ્યું હતું કે કપડાંની સારસંભાળનાં ખર્ચમાં વધારો થવાથી આ સમીક્ષા બીજી ટ્રેનોમાં પણ લાગુ થઇ રહી છે. ગરીબ રથ ટ્રેનોની માફક અન્ય ટ્રેનોમાં પણ બેડરોલની કિંમતોમાં એક દશકામાં કોઈ વધારો થયો નથી.