loader

Breaking News


Home > Gujarat > મનોજ જોષીનાં આંટાફેરા વધતાં લોકસભાની સીટ ભાજપ લડાવે તેવી શક્યતા


Foto

મનોજ જોષીનાં આંટાફેરા વધતાં લોકસભાની સીટ ભાજપ લડાવે તેવી શક્યતા

June 15, 2018, 12:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દેશમાં આવતા વર્ષે લોકસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે હવે ગુજરાતમાં પણ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. લોકસભાની ટીકીટ લેવા માટે ઘણા લોકો પાર્ટીઓના કાર્યાલયો અને કાર્યક્રમોમાં આંટાફેરા વધારી દીધા છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ આ વખતે અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલનાં સ્થાને એક્ટર મનોજ જોશી ચુંટણી લડી શકે છે. આ શક્યતાઓને જોતા મનોજ જોશી હાલ ભાજપમાં ઘણા એક્ટીવ થઇ ગયા છે. વધુમાં અમદાવાદ પૂર્વ બેઠક પર હાલના સાંસદ પરેશ રાવલ પર પ્રજાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો છે. પરેશ રાવલ ચુંટણી જીતીને ગયા બાદ હજુ સુધી મતવિસ્તારમાં ડોકાવા પણ આવ્યાં નથી તેમજ જનતાનાં કામો અટકી પડયા છે.

વધુ માં તેઓએ લીધેલા દત્તક ગામ સામેત્રીમાં પણ પ્રાથમિક સુવિધાઓના કોઈ ઠેકાણાં નથી ત્યારે ગ્રામજનો પણ ભારે રોષમાં છે. આમ પરેશ રાવલનાં સ્થાને ભાજપ મનોજ જોશીને અમદાવાદ પૂર્વ બેઠક લડાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.