loader

Breaking News


Home > National > કોંગ્રેસની સરકારમાં હિન્દૂ - મુસ્લિમ રમખાણોની સંભાવનાઓ ઓછી હતી : સ્ટડી


Foto

કોંગ્રેસની સરકારમાં હિન્દૂ - મુસ્લિમ રમખાણોની સંભાવનાઓ ઓછી હતી : સ્ટડી

Sept. 21, 2018, 11:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વિધાનસભાના કોંગ્રેસી સભ્ય પોતાનાં મતવિસ્તારમાં પહેલાથી જ કોમી હિંસા રોકવાની સંભાવના રાખતા હતા. આ કારણ મુસ્લિમ વોટર અને તેમનું બહુજાતિય ચૂંટણી સંભાવનાઓ પર નિર્ભર છે. આ માહિતી પૂર્વ યેલ રાજનીતિ વિજ્ઞાન અનુસંધાન સ્કોલરના એક રિસર્ચમાં સામે આવી છે.

સ્ટડીમાં આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે બતાવે છે કે જે રાજ્યમાં કોંગ્રેસ ઓછા મતથી ચૂંટણી જીતી છે ત્યાં હિન્દૂ - મુસ્લિમ હિંસા થવાની સંભાવના ઓછી થઇ છે અને જો આવી ઘટનાઓ બને તો તેમાં જાનમાલનું નુકશાન ઓછી માત્રામાં થાય છે. જો 1960 અને 2000 ની વચ્ચે જિલ્લા સ્તરે ઓછા માર્જિનથી જીતનાર ચૂંટણી કોંગ્રેસ હરિ ગઈ હોત તો ભારતે 11 ટકા વધુ હિન્દૂ - મુસ્લિમ તોફાન (998 ના સ્થાને 1114) અને 46 ટકા વધુ જાનહાની (30,000 કરતાં 43,000) નો અનુભવ થયો હોત.

આ જાણકારી 2016 માં ત્રિમાસિક જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સમાંપ્રકાશિત રિપોર્ટમાં સામે આવી છે. તેનો એક સંક્ષિપ્ત ભાગ હમણાં જ આઈડિયાઝ ઓફ ઇન્ડિયામાં પ્રકશિત કરવામાં આવ્યો છે. જે નીતિગત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ છે.