loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન શરુ થાય તેવી સંભાવના


Foto

અમદાવાદમાં જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન શરુ થાય તેવી સંભાવના

Aug. 23, 2018, 4:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા અને તાજી સ્થિતિ મેળવવા કાલુપુર ખાતે અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન અને ગોમતીપુર મેટ્રો સ્ટેશન ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી અને મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરી તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ મેટ્રો રેલ પ્રોજેકટની સમીક્ષા બાદ તા.૧ લી જાન્યુઆરી,૨૦૧૯થી શહેરમાં મેટ્રો રેલનો પ્રારંભ થશે તેવો આશાવાદ સેવ્યો હતો.

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરીડોરનું કામ ચાલી રહ્યું છે. રૂ.૧૦,૭૦૦ કરોડના પ્રોજેક્ટનું પહેલા ચરણનું કામ આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં પૂર્ણ થઇ જશે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટની નીરીક્ષણ મુલાકાત લીધી હતી.

આ ઇસ્ટ વેસ્ટ કોરિડોરનો ૬.૫૦ કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે. તેમણે આ મુલાકાત બાદ જણાવ્યું હતુ કે, આ કામગીરી અમદાવાદ શહેરના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જુના મકાનો ઇમારતો તેમજ નાગરિકોની મિલકતને નુકસાન ન થાય અને નાગરિક જનજીવનને ઓછામાં ઓછી તકલીફ પડે, કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રો પ્રોજેક્ટના સત્તાવાળાઓને તેમણે સૂચના આપી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૧૯માં મેટ્રો રેલની પ્રથમ પ્રાયોરિટી રિચ શરૂ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે.