loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનાં ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના


Foto

રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનાં ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના

Oct. 29, 2018, 12:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : આ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાનો અંદાજ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશને વ્યક્ત કર્યો છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૪૮ ટકા ઓછા ઉત્પાદન સાથે મગફળીનું ૧૩.૫ લાખ ટન ઉત્પાદન થાય તેવી શક્યતા છે.આજે રાજકોટમાં સોમાની ૬૯માં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૪૮ ટકા ઓછા ઉત્પાદનનો અંદાજ વ્યક્ત થયો છે. ગત વર્ષે રાજ્યભરમાં ૨૫ લાખ મેટ્રિક ટન મગફળીનું મબલક ઉત્પાદન થયુ હતુ. જો કે આ વર્ષ અમરેલીમાં વિઘાએ ચારથી પાંચ મણ, જામનગરમાં ૧.૧૫ લાખ ટન મગફળી ઉત્પાદનની શક્યતા છે. આ ઉપરાંત દ્વારકામાં ૬૭ હજાર ટન, જૂનાગઢ ૩.૫ લાખ ટન, પોરબંદરમાં ૫૭ હજાર ટન જ્યારે રાજકોટ જિલ્લામાં ૧.૮૦ લાખ ટન ઉત્પાદન રહેવાનો અંદાજ સોમા દ્વારા વ્યક્ત કરાયો છે. જે રીતે સોમાએ મગફળીનાં ઓછા ઉત્પાદનનો અંદાજ કાઢ્યો છે. રાજકોટ સોમાની સામાન્ય સભામાં પૂર્વ પ્રમુખનું વિવાદિત નિવેદન આપતાં કહ્યું, ગુજરાતનું ખેતી વાડી ખાતું દર વર્ષે મગફળીના પાકનો અંદાજ ડબ્બલ કાઢે છે. જેને કારણે ખરીદદારો હટી જાય છે જેથી ખેડૂતોને નુકશાન જાય છે. ઓફિસરો પોતાની રોતે ખોટા આંકડા જાહેર કરી સરકાર સમક્ષ મૂકી દે છે. આ ખોટા આંકડાને કારણે સરકારને સાચું ચિત્ર ખબર પડતી નથી. સરકારના આંકડા મુજબ ૨૭ લાખ ટન મગફળીનું ઉત્પાદન જણાતા કમિશ્નરે કહ્યુ ૪૦૦૦ કરોડ ની આવક થશે પરંતુ આ વાત ખોટી સાબિત થશે તેવુ પૂર્વ પ્રમુખે નિવેદન આપ્યું હતુ.