loader

Breaking News


Home > Gujarat > આવનારાં બે વર્ષમાં ભારતનાં દરેક ગામડામાં વીજળીની સુવિધા પહોંચી જશે : PM નરેન્દ્ર મોદી


Foto

આવનારાં બે વર્ષમાં ભારતનાં દરેક ગામડામાં વીજળીની સુવિધા પહોંચી જશે : PM નરેન્દ્ર મોદી

Aug. 23, 2018, 1:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વલસાડ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાત પર છે. પ્રધાનમંત્રી મોદી સૌથી પહેલાં વલસાડ પહોંચ્યા હતા જે તેમણે 1,727 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી કરી હતી. વલસાડમાં રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે રક્ષાબંધન પહેલા એક લાખથી વધુ બહેનોને તેમના ઘર મળ્યા છે તેનાથી મોટી કોઇ ભેટ નથી હોઈ શકતી હું તમને ઘર આપીને એક ભાઈ ના રૂપમાં બહુ જ ગર્વનો અનુભવ કરી રહ્યો છું.

નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે આવનારા બે વર્ષમાં ભારતના દરેક ગામડામાં વીજળી પહોંચી જશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે મને ઘણો બધુ શીખવાડ્યું છે ગુજરાત એ જ મને મોટો કર્યો છે. 2022 મા જ્યારે આઝાદી ના ૭૫ વર્ષ પુરા થશે ત્યારે ભારતના દરેક પરિવાર પાસે તેનું ઘર હશે પહેલા નેતાઓના ઘર બનતાં તેની ખબર આવતી હતી જોકે હવે ગરીબોના ઘર બને છે તેની ખબર આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લું અઠવાડિયું અમારા માટે ખૂબ જ કઠિન રહ્યું. અટલ વિહારી વાજપેયી નિધન થઈ ગયું પરંતુ તેઓએ અનેક ગામડાઓનો થી જોડવાનું કામ કર્યું હતું. તેઓનું સ્વપ્ન અમેં પૂરું કરીશું. નરેન્દ્ર મોદીએ આ દરમિયાન પાંચ હજાર મહિલાઓને કૌશલ પ્રમાણપત્ર અને નિયુક્તિ પત્ર આપીને તેમની મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ઔદ્યોગિક એકમો સાથે જોડવા માટેની શરૂઆત કરી હતી.