loader

Breaking News


Home > Gujarat > મગફળી કાંડ-૨નું ષડયંત્ર લઇ ભાજપ હવે બજારમાં, પરેશ ધાનાણીનો આક્ષેપ


Foto

મગફળી કાંડ-૨નું ષડયંત્ર લઇ ભાજપ હવે બજારમાં, પરેશ ધાનાણીનો આક્ષેપ

June 13, 2018, 2:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતુ કે, ખેત ઉત્પાદનના પોષણક્ષમ ાવને લઇને સમગ્ર દેશમાં ખેડૂતો છેલ્લા ૧૦ દિવસથી આંદોલન ચાલવી રહ્યા હતા. ગુજરાતમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે. ખેડૂતોમાં ભારે મોટી નિરાશા છે. ખેડૂત પોતાના અધિકાર માટે વારંવાર માંગણીઓ કરી રહ્યો છે પરંતુ તેને સસ્તી, પૂરતી કે નિયમિત વિજળી મળતી નથી, નર્મદાનું સિંચાઈનું પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે.

ખેડૂતોને ખેત ઉપજના પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતોના ખેત ઉત્પાદન પર પાંચ ટકા કરવેરો નાંખવાનું પાપ આ ભાજપ સરકારે કર્યું છે. નબળી ગુણવત્તાની મગફળી મળતિયાઓની મિલોમાં પીલાવીને તે તેલ સરકારી દુકાનેથી વિતરણ કરવાનું મગફળીકાંડ-૨નું ષડયંત્ર લઇને ભાજપ બજારમાં આવી રહી છે. મગફળી કાંડ એ ભાજપની મીઠી નજર તળે મળતિયાઓનો ફાયદો કરાવવા માટે પૂર્વ નિયોજીત કાવતરું ષડયંત્ર હતું. ઉચ્ચ ન્યાયપાલિકાના સિટિંગ જજના નેતૃત્વમાં મગફળી કાંડના લેખાજાખા થાય, તેની તટસ્થ તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષની પુનઃ માંગણી કરી હતી. ભાજપે ચૂંટણી વેળા રાજકીય રોટલા શેકવા અને ખેડૂત વર્ગને ભોળવવા માટે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજકીય તરકટ કર્યું હતું.