loader

Breaking News


Home > Gujarat > અમદાવાદનાં પ્રકાશ ગુર્જરને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પુરસ્કાર એનાયત


Foto

અમદાવાદનાં પ્રકાશ ગુર્જરને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પુરસ્કાર એનાયત

Jan. 16, 2018, 1:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નોઇડા : ભારત સરકારનાં યુવા અને ખેલ મંત્રાલય દ્વારા ૨૨ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ગ્રેટર નોઇડાની ગૌતમ બુદ્ધ યુનિવર્સીટી ખાતે કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. નોઇડામાં યોજાયેલ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં અમદાવાદનાં પ્રકાશ ગુર્જરને યોગી આદિત્યનાથનાં હસ્તે રાષ્ટ્રીય યુવા પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દરવર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે.

અમદાવાદનાં પ્રકાશ ગુર્જર મદદગાર પરિવારનાં ચેરમેન છે તેમજ સમાજસેવા બદલ તેઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં મેડલ, બે લાખ રૂપિયાનું પુરસ્કાર તેમજ પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં કુલ સાત પુરસ્કાર એનાયત થયા હતાં. ઉલ્લેખનીય છે કે મહોત્સવમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી કર્નલ રાજયવર્ધનસિંહ રાઠોર, સાંસદ ડૉ. મહેશ શર્મા તેમજ રાજ્યના મંત્રીઓ મહેશ શર્મા અને ડૉ. નીલકંઠ તિવારીએ હાજરી આપી હતી. ૧૬ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં સાડા ત્રણ હજારથી વધુ યુવાનો અલગ અલગ રાજ્યોથી આવ્યાં છે તેમજ અઢી હજાર જેટલાં યુવાનોએ દિલ્હી, નોઇડા તેમજ મેરઠ જેવાં શહેરોમાંથી ભાગ લીધો છે. આજે આ મહોત્સવનું સમાપન થશે.