loader

Breaking News


Home > National > પ્રણવ મુખરજીએ સંઘને સત્યનો અરીસો બતાવ્યો, મોદીને રાજધર્મની યાદ અપાવી : કોંગ્રેસ


Foto

પ્રણવ મુખરજીએ સંઘને સત્યનો અરીસો બતાવ્યો, મોદીને રાજધર્મની યાદ અપાવી : કોંગ્રેસ

June 8, 2018, 3:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સંઘ મુખ્યાલાયમાં સંબોધન બાદ કોંગ્રેસે સંઘ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે મુખર્જીએ સંઘને સત્યનો અરીસો બતાવ્યો અને પ્રધાનમંત્રી મોદીને રાજધર્મની યાદ અપાવી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિનું સંઘ કાર્યક્રમ જવાની વાત ચર્ચાનો વિષય બની ગઈ હતી. દેશની વિવિધતામાં વિશ્વાસ કરનારા ચિંતા કરી રહ્યા હતા જો કે મુખર્જીએ સંઘને સચ્ચાઈનો અરીસો બતાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંઘનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેને લઇને દેશભરમાંથી ઘણા તર્ક વિતર્કો શરૂ થઇ ગયા હતા. જો કે પ્રણવ મુખર્જીએ સંઘનાં કાર્યક્રમમાં દેશને જોડવાની અને એકતા બની રહે તેવો સંદેશો દેશની જનતાને આપવાનો પ્રયત્ન કર્યો હતો. સોશિયલ મીડિયામાં તેમના ઘણા ફોટો વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક ફોટાને સૌથી વધુ લોકો જોઇ રહ્યા છે. જેમા તેમને સંઘનાં બીજા સ્વયંસેવકોની જેમ અભિવાદન કરતા દર્શાવવામાં આવ્યા છે.