loader

Breaking News


Home > National > પ્રણવ મુખર્જીનો ફેક ફોટો થયો વાયરલ, દીકરીએ કહ્યુ આ સંઘ અને બીજેપીનું છે કાવતરું


Foto

પ્રણવ મુખર્જીનો ફેક ફોટો થયો વાયરલ, દીકરીએ કહ્યુ આ સંઘ અને બીજેપીનું છે કાવતરું

June 8, 2018, 1:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંઘનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેને લઇને દેશભરમાંથી ઘણા તર્ક વિતર્કો શરૂ થઇ ગયા હતા. જો કે પ્રણવ મુખર્જીએ સંઘનાં કાર્યક્રમમાં દેશને જોડવાની અને એકતા બની રહે તેવો સંદેશો દેશની જનતાને આપવાનો પ્રયત્ન કર્યો હતો. સોશિયલ મીડિયામાં તેમના ઘણા ફોટો વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક ફોટાને સૌથી વધુ લોકો જોઇ રહ્યા છે. જેમા તેમને સંઘનાં બીજા સ્વયંસેવકોની જેમ અભિવાદન કરતા દર્શાવવામાં આવ્યા છે.




સંઘ નેતાઓની જેમ સલામી આપતો એક ફોટો વાયરલ થતા પ્રણવ મુખર્જીની દીકરીએ ટ્વીટ કરી બીજેપી અને સંઘ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેણે ટ્વીટમાં લખ્યુ, મને જે વાતનો ડર હતો તે જ થયુ. પિતાને હવે અહેસાસ થશે કે ભાજપનો ડર્ટી ડીપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરશે. તમારા ભાષણને ભૂલાવી દેવામાં આવશે, માત્ર ફોટો યાદ રહેશે અને તેને નકલી નિવેદનો સાથે ફેલાવશે.

ફોટોને એક નજરે જોતા લાગે કે પ્રણવ મુખર્જી સંઘનાં સ્વયંસેવકોની જેમ અભિવાદન કરી રહ્યા છે પરંતુ જ્યારે તમે ધ્યાનથી જોશો ત્યારે તમને આ ફોટોમાં ચેડા કરી હોય તેવુ દેખાઇ જશે. આ ફેક ફોટોને ફોટોશોપથી બનાવવામાં આવ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.