loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં પ્રાંતવાદ હિંસા માટે ઉશ્કેરણી ફેલાવનાર 10 લોકોની ધરપકડ


Foto

રાજ્યમાં પ્રાંતવાદ હિંસા માટે ઉશ્કેરણી ફેલાવનાર 10 લોકોની ધરપકડ

Oct. 13, 2018, 3:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં પ્રાંતવાદના આંદોલનને શાંત કરવા માટે એક બાજુ સરકાર અને પોલીસ કોશિશ કરી રહી છે ત્યારે બીજી બાજુ સત્તાધારી પક્ષ ભાજપીનાં એક ધારાસભ્યે સ્થાનિક યુવાનોને 80 ટકા નોકરી અને કામ નહિ આપવા પર ફેકટરી માલિકોને ચેતવણી આપી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી નેતાઓને આ મુદ્દે બોલવા માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી છે.

પોલીસે સોશિયલ મીડિયા પર હિંસા માટે ઉશ્કેરનાર 10 યુવાનોની ધરપકડ કરી છે. અત્યાર સુધી 34 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંમતનગરનાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો એક વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેઓએ કહી રહ્યા છે કે કારખાનાઓ અને ફેકટરીઓમાં સ્થાનિક યુવાનોને કામ આપવું પડશે.

પરપ્રાંતીઓના પર હુમલા મુદ્દે કોંગ્રેસ પણ ભાજપ સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસે વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે બરખાસ્ત કરીને તેમના સ્થાને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. આ અગાઉ સામાજિક સૌહાર્દ અને શાંતિ માટે કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાનાં પ્રમુખ અલ્પેશે ઠાકોરે પણ એક દિવસના ઉપવાસ કર્યા હતા.