loader

Breaking News


Home > Gujarat > પ્રવીણ પટેલને કોંગ્રેસમાં આવવા આહ્‌વાન, ઘૂંટન મહેસુસ થતી હોય તો આવી જાય : જીતુ રાયકા


Foto

પ્રવીણ પટેલને કોંગ્રેસમાં આવવા આહ્‌વાન, ઘૂંટન મહેસુસ થતી હોય તો આવી જાય : જીતુ રાયકા

Aug. 4, 2018, 1:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં મેયરનું સત્તા ભોગવી રહેલા પ્રવિણ પટેલ પહેલાં ક્વોલીટી તરીકે પ્રચલીત હતા પણ કોંગ્રેસમાંથી બળવો કર્યા બાદ ક્વોલીટી કોંગ્રેસ માટે બિનક્વોલીટી બની ગયા છે. ત્યારે હવે કોંગ્રેસના અગાઉના નિવેદનો બાદ ભાજપમાં પણ મેયર પ્રવિણ પટેલ બિનક્વોલીટી થઈ ગયા હોય તેમ ભાજપમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. શુક્રવારે યોજાનારી સામાન્ય સભામાં કોંગ્રેસના સબ્યો રંગમંચના ભાડામાં વધારા સહિતના વિવિધ મુદ્દે શાસકપક્ષને ભીંસમાં લેવા તૈયારી કરીને આવ્યા હતા. જાકે ભાજપના પદાધિકારીઓ અને નગરસેવસકોએ સામાન્ય સભાને બહિષ્કાર કરીને કોંગ્રેસની જે તૈયારી હતી તેની ઉપર પાણી ફેરવી દીધું હતું.

અગાઉ ૧૮ જુનના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા પ્રવિણ પટેલે ૩જી જૂન સામાન્ય અભા બોલાવી હતી. આ સભામાં કોંગ્રેસે રંગમંચોમાં ભાડા વધારા મામલે પુનઃવિચારણાની દરખાસ્ત કરી હતી. આ સાથે પાટનગરમાં ચાલી રહેલી દબાણ ઝુંબેશમાં ભેદભાવ ભરીનીતિ દૂર કરી ચોક્કસ નીતિ બનાવવા હોકર્સ લાયસન્સ, પ્રોપર્ટી ટેક્સમાં પારદર્શકતા સે.૧ના તળાવની દુકાનો આૅફ લાઈન ક્રિયા ટેન્ડરથી લઈને પારદર્શીકતા જાળવવા તટસ્થ કમીટીની માંગણી કરી હતી.

કોંગ્રેસે ઉભા કરેલા મુદ્દાઓ ઉપર શૈલેન્દ્રસિંહ બિહોલા, જીતુ રાયકાએ ભારે ચાબખા માર્યા હતા ત્યારે કોંગ્રેસ પણ ભારે ગેલમાં આવી ગઈ હતી. જે વિરોધ વંટોળ પ્રવિણ પટેલ જ્યારે બળવો કરીને ભાજપમાં ગયા હતા તેના કરતાં હાલ કોંગ્રેસની કુણી લાગણી હોવાનું પણ પ્રાપ્ત થયું હતું. ત્યારે જીતુ રાયકાએ વિકાસ કામોની લઈને રોડ, રસ્તા બનાવવા બાબતે ભારે ચાબખા માર્યા હતા અને જીતુ રાયકાએ તો મેયર પ્રવિણ પટેલને જણાવ્યું હતું કે ભાજપમાં ઘુંટણ મહેસુસ થતી હોય તો આવી જાવ, પંજા આવકારવા તૈયાર છે. ત્યારે મેયર દ્વારા પોતે તમામના કામો કર્યા હોય તેવું જણાવ્યું હતું. ત્યારે બહાર ચર્ચા મુજબ મેયર પ્રવિણ પટેલે મોટા ભાગના સૌથી વધુકામો કોંગ્રેસ પ્રેરીત સંસ્થાઓથી લઈને મહાનગરપાલીકાઓના નગરસેવકોને સૌથી વધું ગ્રાન્ટ અને કામો કર્યા હોવાની પણ ચર્ચા સાંભળવા મળી રહી હતી. કોંગ્રેસમાં જે પહેલાં વિરોધ વંટોળ હતો તે હવે કોંગ્રેસમાં નથી રહ્યો. ત્યારે આ વિરોધ વંટોળ મેયરની સામે ભાજપમાં ઉઠવા પામ્યો છે. ત્યારે અગાઉ પણ પ્રદેશ કક્ષાએ તમામ પુરાવા સાથે મેયરે કર્યા ગ્રાન્ટ વાપરી ક્યા સભ્યોને આપી વિધાનસભાની ચૂંટણી વખતે વિભીષણની જે ભૂમીકા ભજવ્યા બાદ નારદ મુનીના ખેલો કરીને આખી વિધાનસભાની સીટ જે ભાજપની હતી તે કોંગ્રેસની ઝોળીમાં કઈ રીતે ગઈ તે બાબતનો તમામ ચીઠ્ઠો પ્રદેશ કક્ષાએ પક્ષના વહેલા અને પક્ષને માતૃત્વ સંસ્થા માનતા કાર્યકરોએ પહોંચાડી દીધો છે.

ભાજપમાં અત્યારે ચાર ગ્રુપ ચાલી રહ્યા છે ત્યારે ભાજપમાં ગાંધીનગર સ્થાપના દિને કાર્યક્રમો અનેક થયા પણ તમામ છબીઓમાં એક બે વ્યક્તિનું જ વર્ચસ્વ ભાજપમાં ઉહાપોહ વધી રહ્યો છે. મેયરના કોંગ્રેસ તરફીના વહણની ભાજપ પ્રદેશ કક્ષાએ પણ નોંધ લેવાઈ છે તથા તમામ પુરાવા સાથે પ્રદેશ કક્ષાએ લીસ્ટ પહોંચ્યું છે. અને મેયર ક્યાં ગ્રાન્ટ વાપરી જેમાં ખુરશી, વોટર કુલર, વૃક્ષારોપણના પાંજરા, તિજારી તે તમાની નોંધ લેવાઈ છે. અત્યારે ભજાપનો ગ્રાફ નીચે શહેરમાં જવાનું કારણ પણ એવું કહેવાય છ ેકે ભાજપના કાર્યકરોનો કામ થતાં નતી ભાજપના નગરસેવકોની ગ્રાન્ટ ના કામોમાં પણ વિરોગતા તથા બીજી બાજું મેયરમાં પણ કામો નહીં થતા હોવાની ચર્ચાથી ગાં.મનપાની સામાન્ય સભા તોફાની બનવા જતાં ભાજપ જ હાજર ન રહેતાં ઠંડુ પાણી રેડાઈ ગયું હતું.