loader

Breaking News


Home > National > પ્રવિણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નામનાં નવા સંગઠનની જાહેરાત કરી


Foto

પ્રવિણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નામનાં નવા સંગઠનની જાહેરાત કરી

June 25, 2018, 5:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વિશ્વ હિન્દુ પરિષદનાં પૂર્વ કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા એવા ડો.પ્રવિણ તોગડિયાએ આજે પોતાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નામના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરી હતી. પોતાનું આ નવું સંગઠન હિન્દુઓ, ગૌ હત્યા અટકાવવા, ખેડૂતો સહિતના લોકકલ્યાણના પ્રશ્નોને લઇ સદાય કાર્યરત રહેશે અને લડત આપતું રહેશે તેવી જાહેરાત કરી હતી.

વિહિપના પૂર્વ કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.તોગડિયાએ એક પત્રકાર પરિષદમાં પોતાના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરી હતી. એક રીતે ડો.તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદના નામ જેવું જ નામ પસંદ કરી એ જ પેટર્ન પર પોતાના નવા સંગઠનની રચના કરતાં ભાજપ સરકારમાં ખાસ કરીને મોદી સમર્થકોમાં ભારે ચર્ચા ચાલી હતી. કારણ કે, વિશ્વ હિન્દુ પરિષદનું શોર્ટ ફોર્મ વીએચપી થાય છે અને હવે ડો.તોગડિયાના નવા સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું ટૂંકું નામ આઇએચપી થાય છે.

ટૂંકમાં ડો.તોગડિયાના વિશ્વ હિન્દુ પરિષદના નામમાંથી વિશ્વ શબ્દ કાઢી આંતરરાષ્ટ્રીય શબ્દ ઉમેર્યો છે. ડો.તોગડિયાએ આજે નવી દિલ્હીમાં હિંદુ અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરવાની સાથે સાથે પોતાના નવા સંગઠનની અધિકૃત જાહેરાત પણ કરી દીધી હતી.