loader

Breaking News


Home > Gujarat > પ્રવિણ તોગડિયા Z+ સિક્યોરિટી હોવા છતા ગાયબ થાય તો સામાન્ય માણસ સાથે શું થઇ શકે છેઃ હાર્દિક પટેલ


Foto

પ્રવિણ તોગડિયા Z+ સિક્યોરિટી હોવા છતા ગાયબ થાય તો સામાન્ય માણસ સાથે શું થઇ શકે છેઃ હાર્દિક પટેલ

Jan. 16, 2018, 6:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : વિશ્વ હિંન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ગઇ કાલે પાલડીથી અચાનક ગુમ થઇ જતા ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસતંત્ર શોધખોળમાં લાગી ગયુ હતુ. મીડિયા રિપોર્ટ મુજબ તે ગઇ કાલે રીક્ષામાં બેસીને ક્યાંક ચાલી ગયા હતા. ત્યાર બાદ સાંજે તે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ સમગ્ર બાબતે લોકોનાં નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યા આ મામલે હાર્દિક પટેલે પણ ટ્વીટ કર્યુ છે.



હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યુ છે, “Z+ સિક્યોરિટી હોવા છતા પ્રવિણ તોગડિયાજી ગાયબ થઇ જાય છે. વિચારવા લાયક બાબત છે કે સામાન્ય માણસ સાથે શું થઇ શકે? પ્રવિણ તોગડિયાજીએ પહેલા પણ કહ્યુ હતુ કે તેમના જીવને જોખમ છે”. આ સમગ્ર મામલે હાર્દિકે પડદાને થોડો હટાવવાનો પ્રયત્ન કર્યો છે, તેણે સ્પષ્ટ લખ્યુ છે કે જો Z+ સિક્યોરિટી હોવા છતા પ્રવિણજી આ રીતે મળી આવે તેનો મતલબ કે કોઇને કોઇ ગડબડી અંદરો અંદર ચાલી રહી છે, જો આ હાલ Z+ સિક્યોરિટી ધરાવતા વ્યક્તિની થઇ શકે તો સામાન્ય માણસ તો શું કરી શકે?