loader

Breaking News


Home > Gujarat > કોંગ્રેસનાં રાજમાં પ્રવીણ તોગડિયા સલામત હતાં પણ હવે ભાજપનાં રાજમાં અસલામતી અનુભવે છે : હાર્દિક પટેલ


Foto

કોંગ્રેસનાં રાજમાં પ્રવીણ તોગડિયા સલામત હતાં પણ હવે ભાજપનાં રાજમાં અસલામતી અનુભવે છે : હાર્દિક પટેલ

Jan. 17, 2018, 11:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં વિશ્વ હિંદુ પરિષદનાં નેતા પ્રવીણ તોગડિયા સુરક્ષિત હતાં પણ હવે તેઓ હવે અસુરક્ષિત હોવાનો અનુભવ કરી રહ્યાં છે. આમ હાર્દિક પટેલે ટ્વીટ કરીને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતાં. અહી એ પણ સવાલ ઉપસ્થિત થાય છે કે રાજ્યમાં અને કેન્દ્રમાં હિન્દુવાદી ભાજપ સરકાર હોવા છતાં હિંદુ નેતાને કેમ ડર લાગી રહ્યો છે. આમ હાર્દિકે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કેટલી બોદી થઇ ગઈ છે તેનાં પર કટાક્ષ કર્યો હતો.

પાસ કન્વિનર હાર્દિક પટેલ ગઈકાલે ચંદ્રમણી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં ડૉ. પ્રવીણ તોગડિયાને મળ્યાં હતાં અને તેમનાં ખબરઅંતર પૂછ્યા હતાં. હાર્દિક પટેલે તોગડીયાને મળીને ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે “Z+ સિક્યોરિટી હોવા છતા પ્રવિણ તોગડિયાજી ગાયબ થઇ જાય છે. વિચારવા લાયક બાબત છે કે સામાન્ય માણસ સાથે શું થઇ શકે? પ્રવિણ તોગડિયાજીએ પહેલા પણ કહ્યુ હતુ કે તેમના જીવને જોખમ છે. આ ઉપરાંત હાર્દિક પટેલે બીજી ટ્વીટમાં લખ્યું હતું કે ભાજપ સરકારમાં વિશ્વ હિંદુ પરિષદ રડી રહી છે, આને જ અચ્છે દિન કહેવાય. આમ હાર્દિક પટેલે તોગડિયા મુદ્દે ભાજપ સરકારને ઘેરવાની એકપણ તક ગુમાવી નહોતી.