loader

Breaking News


Home > Health > ઘરમાં પાર્લર જેવી સુંદરતા મેળવવા તૈયાર કરો હળદળનો નેચરલ ફેસ માસ્ક


Foto

ઘરમાં પાર્લર જેવી સુંદરતા મેળવવા તૈયાર કરો હળદળનો નેચરલ ફેસ માસ્ક

Feb. 28, 2018, 7:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રાચીનકાળથી જ હળદળને અલગ-અલગ દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પેઢી દર પેઢી હળદળનો ઉપયોગ દવા તરીકે વધી રહ્યો છે. તેના આ ગુણનાં કારણે ફેસ પેક, ફેસ વૉશ અને ક્રીમમાં હળદળનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી મહિલાઓ સુંદર અને નેચરલ દેખાવ માટે મુલ્તાની માટી સાથે હળદળને ભેળવી ચહેરા પર લગાવતી હોય છે. આજની દરેક મહિલા ઇચ્છે છે કે તેનો ચહેરો સાફ અને સુંદર દેખાય જે કરવા માટે તે પાર્લરમાં કલાકો સુધી સમય બગાડવાની સાથે પૈસા પણ ખર્ચ કરતી હોય છે. પરંતુ આ સુંદરતા તમને ઘરે બેઠા મળી જાય તો? શું તમે જાણો છો કે હળદળથી તમે ઘરે બેઠા ગોલ્ડ ફેશિયલ તૈયાર કરી શકો છો?




ઘરે બેઠા ગોલ્ડ ફેશિયલ બનાવવા માટેની રીત

ફેશિયલ બનાવ્યા પહેલા ક્લિંજર તૈયાર કરો, તે માટે બે ચમચી દૂધ લો અને તેમા એક ચુટકી હળદળ ભેળવો. હવે તૈયાર થયેલા ક્લિંજરમાં રૂ ને ડૂબોળીને પોતાના ચહેરાને સાફ કરો. ત્યાર બાદ ચહેરા માટે સ્ક્રબ તૈયાર કરો, જેને બનાવવા માટે એક ચમચી સોજી, થોડી હળદળ, મધ અને દૂધનાં થોડા ટીપાની જરૂર છે. હવે આ સ્ક્રબને પોતાના ચહેરા પર લગાવીને હલ્કા હાથોથી મસાજ કરો. ત્યાર બાદ એક ટુવાલને ગરમ પાણીમાં પલાડીને સ્ટીમ આપો અને તે ટુવાલથી તમારા ચહેરાને સાફ કરો. ચહેરા માટે નેચરલ ક્રીમ તૈયાર કરવા ઘરમાં બનાવેલુ દહી લો, તેમાં થોડી હળદળ, બદામનાં તેલનાં થોડા ટીપા નાખો. આ ત્રણે ચીજને બરાબર ભેળવી ક્રીમ તૈયાર કરો. આ ક્રીમ તૈયાર થયા બાદ તેને ચહેરા પર મસાજ કરો. લગભગ 4 થી 5 મીનીટ ચહેરા પર મસાજ કરો અને ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી સાફ કરી દો.

ઘરે બેઠા ફેસ માસ્ક બનાવવા માટેની રીત

ફેસ માસ્ક બનાવવા માટે અડધી ચમચી બેસન લો, જેમાં હળદળ, મધ અને થોડુ દૂધ ભેળવો. આ બધી ચીજોને બરાબર ભેળવી લો. હવે આ પેકને તમારા ચહેરા પર લગાવીને 15 મીનીટ માટે રહેવા દો. 15 મીનીટ બાદ તેને નોર્મલ પાણીથી સાફ કરી લો. નોર્મલ પાણીથી સાફ કર્યા બાદ ચહેરા પર ટોનર લગાવો, ત્યાર બાદ તમે જે મોઇસ્ચ્યુરાઇજર કે ક્રીમનો ઉપયોગ કરો છો તેને લગાવો. જો કે આ ફેશિયલ કર્યા બાદ બહાર તડકામાં ફરવાથી તેનું રિએક્શન આવવાની સંભાવના વધારે હોય છે. આ ફેશિયલનો ઉપયોગ રાત્રે કરવો વધુ ગુણકારી છે.