loader

Breaking News


Home > Bollywood > આઇટમ નંબર કરવા પરિણિતી થઇ તૈયાર


Foto

આઇટમ નંબર કરવા પરિણિતી થઇ તૈયાર

May 19, 2018, 2:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી :કેરિયરની શરૂઆતમાં આઇટમ નંબર કરવા માટેનો સાફ ઇન્કાર કરીને તમામ નિર્માતા નિર્દેશકોને ચોંકાવી દેનાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા માટે તૈયાર થઇ છે. જો કે તેને આ પ્રકારના રોલની ઓફર કરવામાં આવી રહી નથી. તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે.



અજય દેવગનની સાથે ગોલમાલ સિરિઝની સફળ ફિલ્મમાં કામ કર્યા બાદ પરિણિતી હવે અર્જુન કપુરની સાથે સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ત્રીજી ઓગષ્ટનાં દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તે અક્ષય કુમારની સાથે કેસરી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૨૧મી માર્ચ ૨૦૧૯નાં દિવસે રજૂ કરવામાં આવનાર છે. આઇટમ સોંગ કરવા હવે ઇચ્છુક છુ તેવુ તે પોતે કહી રહી છે. તે વધારે સેક્સી ફિગર મેળવી ચુકી છે. જેથી તે હવે આઇટમ નંબર કરવા ઉત્સુક બની છે.

બીજી બાજુ તે સ્પર્ધામાં ટકી રહેવા માંગે છે. છેલ્લે રોહિત શેટ્ટીની મોટી ફિલ્મ ગોલમાલ અગેઇનમાં દેખાઇ હતી. જેમાં તે અજય દેવગનની સાથે હતી. પ્રાપ્ત માહિતી મુજબ પરિણિતી ચોપડા પાસે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. પરિણિતી હવે આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. તે અન્ય અભિનેત્રીની જેમ આઇટમ સોંગ કરીને વધારે લોકપ્રિયતા મેળવી લેવા માટે તૈયાર છે. પરિણિતી ચોપડા પોતાની બહેન પ્રિયંકા ચોપડાની સફળતાને લઇને પણ ખુબ ગર્વ અનુભવ કરી રહી છે.