loader

Breaking News


Home > National > ઇકો ફ્રેન્ડલી ફટાકડા બનાવવા દેશનાં વૈજ્ઞાનિકો થયા તૈયાર


Foto

ઇકો ફ્રેન્ડલી ફટાકડા બનાવવા દેશનાં વૈજ્ઞાનિકો થયા તૈયાર

Oct. 19, 2018, 1:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં દિવાળીનો તહેવાર આવતા જ વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર ઘણુ ઉચુ જતુ રહે છે. જેને ધ્યાને લઇને સરકાર ફટાકડા પર બેન લાવવાનું વિચારી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. જો કે પ્રદુષણ ન ફેલાય તે માટેનાં ફટાકડા બનાવવાની દિશામાં વિજ્ઞાન અને ટેકનોલોજી હવે આગળ વધી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોની એક ટીમ આ કામમાં લાગી ગઇ છે.



વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન વારંવાર કહી ચુક્યા છે કે એવા ફટાકડા બનાવવા માટે નિષ્ણાંતોને કહેવામાં આવી ચુક્યુ છે જેનાથી વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધશે નહી. વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો ટુંક સમયમાં જ એક એવા ગ્રુપની રચના કરનાર છે જે આ દિશામાં સક્રિય રહીને કામ કરશે. જાણકાર નિષ્ણાંતોએ કહ્યુ છે કે આ ગ્રુપ સહિત દુનિયાનાં તમામ એવા કેમિકલ્સ અંગે માહિતી મેળવનાર છે જેના ઉપયોગને લઇને પ્રદુષણ થશે નહી. એવા ફટાકડા તૈયાર કરવામાં આવશે જેના કારણે પ્રદુષણ પણ ફેલાશે નહી. આ ગ્રુપમાં કાઉફન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડ્‌સ્ટ્રીયલ રિસર્ચનાં વૈજ્ઞાનિકો અને લેબમાં કામ કરનાર વૈજ્ઞાનિકોને તૈયારી કરવા માટે કહેવામાં આવ્યુ છે. એક્શન ગ્રુપ દ્વારા નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં સુપ્રીમ કોર્ટે ફટાકડાનાં વેચાણ પર દિલ્હી, એનસીઆરમાં વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો.