loader

Breaking News


Home > Gujarat > પોલીસની હાજરીમાં જ ભાગેડુ આરોપીએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા


Foto

પોલીસની હાજરીમાં જ ભાગેડુ આરોપીએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા

March 26, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સાણંદ : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેટલી હદે પાંગળી થઇ ગઈ છે અને સમર્થ લોકો માટે કાયદો જેવી કોઈ વસ્તુ જ નથી તેનો એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા સાણંદમાં વ્યાજની ઉઘરાણી કરી રહેલા વ્યાજખોરોએ બજાર વચ્ચે એક પરિવારને લાકડી અને પાઈપથી માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ભુપતસિંહ નામના વ્યક્તિ સામે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. આ આરોપી ગુનો નોંધાયા બાદ ફરાર હતો.

બનાવ મુજબ ચાર દિવસથી પોલીસ ચોપડે ફરાર આરોપી ભૂપતસિંહને ગુરુવારે સાણંદમાં વીરાંજલિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યું હતું. આ જોઇને હાજર સૌ અચંબિત રહી ગયા હતા. પોલીસ ચોપડે ગુનેગાર અને ભાગેડુ આરોપી મુખ્યમંત્રીનું તલવાર સાથે સ્વાગત કરે તે શરમજનક વાત છે. પોલીસની નજર સામે જ ભાગેડુ ઉભો હોય ત્યારે પોલીસ કોઈ જાતના પગલાં ભરે તે મુદ્દે હવે સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી છે ત્યારે સરકાર હવે શું આગળ કદમ ઉઠાવે છે જોવાની વાત છે.