loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરની સીટ પર હાલના સાંસદ એલ.કે. આડવાણીની બાદબાકી થાય તેવી શક્યતા : સુત્રો


Foto

ગાંધીનગરની સીટ પર હાલના સાંસદ એલ.કે. આડવાણીની બાદબાકી થાય તેવી શક્યતા : સુત્રો

June 15, 2018, 11:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં લોકસભાની ચુંટણી માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઈ છે ત્યારે ગુજરાતમાં પણ કઈ બેઠક પર કોને લડાવવા તેની ચર્ચાઓ થવા લાગી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ભાજપનાં વરિષ્ઠ નેતા આડવાણીની ગાંધીનગર લોકસભા બેઠક પરથી બાદબાકી થાય તેવી શક્યતાઓ રહેલી છે.

મળતી માહિતી મુજબ એલ.કે. આડવાણીની તબિયત અને ઉંમરને ધ્યાનમાં રાખીને હવે તેઓને ગાંધીનાગર બેઠક પરથી ચુંટણી લડાવાય તેવી શક્યતા છે, વધુમાં એલ.કે. આડવાણી પાંચ વર્ષમાં કોઈ દિવસ તેમનાં લોકસભા મતવિસ્તારમાં ફરક્યા નથી જેને કારણે જનતામાં ભારે રોષ જોવા મળેલ છે. જો ટીકીટ મળે તો પણ તેમની જીતની શક્યતાઓ નહિવત છે.

વધુમાં શરુઆતમાં એલ.કે. આડવાણી ગાંધીનગર બેઠક પરથી જંગી લીડથી ચુંટણી જીતતાં હતા પરંતુ હવે તેમની લીડ દર ટર્મમાં ઘટતી જાય છે. આ સંજોગોમાં ભાજપને ગાંધીનગર બેઠક ગુમાવવી પડે તે પોસાય તેમ નથી. આમ ગાંધીનગરમાં એલ.કે. આડવાણી સિવાય અન્ય કોઈ મજબુત નેતાને ટીકીટ આપવામાં આવે તેવી કાર્યકરોની પણ માંગણી છે.