loader

Breaking News


Home > Health > કેંન્સરથી બચવા રુસી વૈજ્ઞાનિકે બનાવી દવા, ચાર ચમચીથી રહેશો રોગ મુક્ત


Foto

કેંન્સરથી બચવા રુસી વૈજ્ઞાનિકે બનાવી દવા, ચાર ચમચીથી રહેશો રોગ મુક્ત

Jan. 2, 2018, 7:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે દુનિયામાં ઘાતક બિમારીઓ વધી રહી છે. જેવી કે એઇડ્સ, ટ્યુમર, કેંન્સર વગેરે.. આ બિમારીઓ શરૂઆતમાં પકડમાં આવતી નથી અને જ્યારે આવે છે ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હોય છે. દુનિયામાં કરોડો લોકો કેંન્સરથી પીડાતા હોય છે અને યોગ્ય દવા ન મળવાથી મોતને ભેટતા હોય છે. જો કે લોકોનું માનવું છે કે તેનો ઇલાજ આયુર્વેદમાં છે પણ આજદિન સુધી કોઇ સાબિત કરી શક્યુ નથી. જો કે તાજેતરમાં રુસી વૈજ્ઞાનિકનું એક નિવેદન સામે આવ્યુ છે, જેમા તે કહે છે કે કેંન્સરનો ઇલાજ શક્ય છે અને તે માટે તમારે ક્યાય જવાની જરૂર નથી તે દવા તમે ઘરે બેઠા બનાવી શકો છો.





કેંન્સર આજની સૌથી ઘાતક બિમારી તરીકે જાણીતી બની છે. ત્યારે રુસનાં એક વૈજ્ઞાનિકે આ ઇલાજને શક્ય બતાવ્યો છે. ઘણા લોકોએ દાવો કરતા જણાવ્યુ છે કે રુસનાં એક વૈજ્ઞાનિક હસ્તો મેર્મેર્સકીએ એક એવી પ્રાકૃતિક ઉપચારની શોદ કરી છે જેનાથી આ બિમારીનો ઇલાજ સંભવ બન્યો છે. રૂસી વૈજ્ઞાનિકે ઘરમાં બનતી એવી દવાની શોદ કરી છે જેને પ્રયોગ કરતા કેંન્સર સહિત ઘણી બધી બીજી બિમારીઓ દુર કરી શકાય છે. આ દવા કેંન્સરનાં તમામ પ્રકારનાં ફોર્મ્સને સારા કરી શકે તેટલી સક્ષમ કહેવાય છે. તેને તૈયાર કરવા આટલી સાધન સામગ્રી જોઇશે.

1 કિલો મધ, 15 તાજા લિંમ્બુ, 400 ગ્રામ અખરોટ, 12 તાજા લસણની કળિયો, 400 ગ્રામ ફણગાવેલા અનાજ ઘઉ.

તૈયાર કરવાની વિધિ

લસણની કળિયો, ફણગાવેલ અનાજ અને અખરોટને એક સાથે પીસો. 5 લિંમ્બુ છાલ સાથે પીસો. બાકીનાં લિંમ્બુનો રસ તેમાં નિચોડી દો. બધી સાધન સામગ્રીને સારી રીતે ભેળવી દો. લાકડાની ચમચીથી મધ ભેળવો. હવે મિશ્રણને એક કાંચની બોટલમાં ભરી ફ્રિઝમાં મુકી દો. તેનુ સેવન કરવા માટે વૈજ્ઞાનિક કહે છે કે, આ મિશ્રણને સુવાનાં અડધા કલાક પહેલા લેવું અને જો તમે ખાસ કેંન્સરનાં ઇલાજ માટે લઇ રહ્યા છો તો તેને દર 2 કલાકે 2-2 ચમચી લેતા રહેવુ. રુસી વૈજ્ઞાનિક કહે છે કે, આ દવાનાં નિયમિત સેવનથી કેંન્સરનાં પીડીતને ઘણો ફાયદો થાય છે.