loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલનાં ઉપવાસ અટકાવવા સરકારનાં ધમપછાડા, કલમ ૩૦૯ લગાવશે


Foto

હાર્દિક પટેલનાં ઉપવાસ અટકાવવા સરકારનાં ધમપછાડા, કલમ ૩૦૯ લગાવશે

July 10, 2018, 11:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર નેતા હાર્દિક પટેલે અનામત માટે આમરણ ઉપવાસની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે સરકારે કોઈપણ સંજોગોમાં આ ઉપવાસ નાં યોજાય તે માટે કમર કસી લીધી છે. આ ઉપવાસ અટકાવવા માટે સરકાર કાયદાકીય સલાહ લઇ રહી છે. એક માહિતી મુજબ જો હાર્દિક પટેલ ઉપવાસ પર બેશસે તો કલમ ૩૦૯ મુજબ તેની પર ગુનો દાખલ કરવામાં આવશે અને તેની ધરપકડ પણ થઇ શકે છે.

કલમ ૩૦૯ ત્યારે લાગે જયારે કોઈ આત્મહત્યાનો પ્રયાસ કરે. સરકાર આ કલમને હથિયાર બનાવીને હાર્દિક પટેલનાં ઉપવાસ અટકાવવા માટે સજ્જ બની રહી છે. આ કલમમાં આત્મહત્યાનાં પ્રયાસ બદલ એક વર્ષની જેલ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર શહીદ યાત્રા અમદાવાદ પહોંચી હતી ત્યારે હાર્દિક પટેલે પોતે અનામત માટે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જો કે આ મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જો સરકાર મારી ધરપકડ કરશે તો હું જેલમાં પણ આમરણ ઉપવાસ કરીશ.