loader

Breaking News


Home > National > પહેલા પણ થતું હતું મોબ લીન્ચિંગ, રોકવું રાજ્યોની જવાબદારી : રાજનાથસિંહ


Foto

પહેલા પણ થતું હતું મોબ લીન્ચિંગ, રોકવું રાજ્યોની જવાબદારી : રાજનાથસિંહ

July 19, 2018, 12:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંસદનાં મોન્સુન સત્રનો આજે બીજો દિવસ છે. સત્રનાં પહેલા દિવસે જ વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો હતો જેની પર શુક્રવારે ચર્ચા કરીને વોટીંગ કરવામાં આવશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લીન્ચિંગનાં મુદ્દા પર સદનમાં કહ્યું હતું કે આ સત્ય છે કે દેશનાં ઘણા ભાગોમાં લીન્ચિંગની ઘટના થઇ તેમાં લોકોના જીવ પણ ગયા છે પરંતુ આ પ્રથમ વખત નથી થઇ રહ્યું. રાજનાથસિંહે કહ્યું હતું કે મોબ લીન્ચિંગને કારણે જેના પણ મૃત્યુ થયા તેણે હું સરકાર તરફથી કડી નિંદા કરું છું. તેઓએ કહ્યું હતું કે આવી ઘટનાઓને રોકવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રાલય તરફથી આ મુદ્દે વારંવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે સાથે સાથે સોશિયલ મીડિયામાં અફવા ફેલાતી અટકાવવા માટે પણ એજન્સીઓને કહેવામાં આવ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે રાજ્યમાં આવી ઘટનાઓ બની છે ત્યાંના મુખ્યમંત્રીઓ સાથે અમે વાત કરી છે અને તેની પાછળ જે લોકો હોય તેમની પર કડક કાર્યવાહી કરવાની સુચના પણ આપી છે.